જગદગુરૂ પરમહંસની મોદી સરકારને ખુલ્લી ધમકી: 2 ઓક્ટોબર સુધીમાં ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’ જાહેર કરે, નહિતર…

અયોધ્યા(Ayodhya): ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં અયોધ્યામાં રામ મંદિર(Ram temple)ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે સંત સમાજના એક જૂથની સરકાર સમક્ષ માંગ છે કે, ભારત સરકારે ભારતને હિન્દુ રાષ્ટ્ર(Hindu Nation) ઘોષિત કરી દેવું જોઈએ. આ અંગે ફરી એક વાર નવી માંગ સામે આવી છે અને કેન્દ્રની મોદી સરકાર(Modi government)ને ચેતવણી આપતા કહ્યુ છે કે, જો ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં નહી આવે તો, તેઓ જળ સમાધી(Jal Samadhi) લઈ લેશે.

જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે (Jagadguru Paramhans Acharya Maharaj) કેન્દ્ર સરકાર સામે વિચિત્ર માંગણી કરી છે. તેમણે કહ્યું કે, જો 2 ઓગસ્ટ પહેલા ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં નહીં આવે તો તે જળ સમાધિ લેશે. કેન્દ્રને અલ્ટીમેટમ આપતા પરમહંસ મહારાજે કહ્યું કે ,મારી માંગ છે કે ભારતને 2 ઓક્ટોબર સુધીમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે, નહીંતર હું સરયુ નદીમાં જળ સમાધિ (Jal Samadhi in river Sarayu) લઈશ.

કેન્દ્ર સમક્ષ મૂકવામાં આવી આ માંગ:
એટલું જ નહીં, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની નાગરિકતા રદ કરવી જોઈએ. અગાઉ છાવણીના પીઠાધીશ્વર જાદગુરુએ વેદ મંત્રોથી કફનનું પૂજન કર્યું હતું.

1 ઓક્ટોબરના રોજ ધર્મ સંસદ:
નોંધનીય છે કે, પરમહંસ મહારાજ સતત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની નાગરિકતા રદ કરવાની માંગ કરી રહ્યા છે. તે અન્ય પ્રદેશોના સંતોને પણ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 1 ઓક્ટોબરે અનેક હિન્દુ સંગઠનો પરમહંસનાં સમર્થનમાં હિન્દુ સનાતન ધર્મ સંસદનું આયોજન કરશે.

સપા-AAP સામે માનહાનિનો કેસ દાખલ કરશે:
પરમહંસ મહારાજનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. અગાઉ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આવી સ્થિતિમાં પરમહંસ મહારાજે કહ્યું હતું કે, ટ્રસ્ટ સામે લગાવવામાં આવેલા ઘણા આરોપો ખોટા છે અને 1 હજાર કરોડ રૂપિયાની બદનામી માટે SP અને AAP સામે કેસ કરવાની પણ વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *