રાજસ્થાન: આજે અમે તમને એક એવી વાત કહીશું કે જાણીને તમને થશે કે આજે પણ દેશમાં અમુક મહિલાઓનું સ્થાન શું હશે. વાત એમ છે કે, એક 60 વર્ષની મહિલાએ પોતાના 11માં સંતાનને જન્મ આપ્યો છે. આજે આપણો દેશ અને આપણો સમાજ ખુબ આગળ વધી ગયો છે પણ આજે પણ અમુક ઓછા ભણેલા લોકો અંધવિશ્વાસમાં ભેરવાઈને અમુક ન કરવાનું કરતા હોય છે.
આ વાત રાજસ્થાન શ્રીગંગાનગરની છે. અહીંયા એક 60 વર્ષની મહિલા કે જેનું નામ મુન્ની દેવી છે. એ બાબાના ચક્કરમાં બહુ ઊંડે સુધી ફસાઈ ગઈ હતી. દીકરો આવવાની આશામાં તેમણે અનેક ટોટકા અને વિધિ કરી હતી. અને દીકરાને પામવામાં તે 11 દીકરીઓને જન્મ આપી ચુકી છે. પરંતુ, હજુ સુધી તેમને કોઈ દીકરો થયો નહિ.
આ જાણીને તમને નવાઈ લાગશે પણ આ મહિલા જેનું નામ મુન્ની દેવી છે એ ગર્ભવતી હતી એ હમણાં જ તેમણે એક દીકરીને જન્મ આપ્યો છે. આ તેમની 11મી દીકરી છે. આ દીકરીના જન્મ પછી ડોક્ટરના પણ હોશ ઉડી ગયા હતા. ડોક્ટરનું માનવું છે કે, 60 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો એ બહુ મોટી વાત કહેવાય જયારે આ વિષે તેના પતિને પૂછવામાં આવે છે ત્યારે તે જણાવે છે તે મહિલા બાબાઓ પર બહુ ભરોસો કરે છે અને એકવાર દીકરો મેળવવા માંગે છે અને પછી ફરીથી તે ગર્ભવતી બને છે અને તેમ છતાં પણ તેનો ભરોસો તૂટી જાય છે.
પણ નવાઈની વાત એ છે કે, આ મહિલાને હજી પણ તે બાબા પર ભરોસો છે અને તે માને છે કે તેમને ભવિષ્યમાં એક દીકરો તો જરૂર થશે જ. આ બાબાની વાતમાં આ મહિલા કઈ હદે ખોવાઈ ગઈ છે કે તે એ પણ નથી જોઈ રહી કે દીકરાની આશામાં તેણે 11 દીકરીઓને જન્મ આપી દીધો છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મુન્ની દેવીની બે દીકરીઓના લગ્ન પણ થઇ ગયા છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને દીકરીઓને પણ એક એક દીકરો છે. આ એક બહુ શરમજનક વાત લાગે છે કે દીકરીના ઘરે દીકરો હોવા છતાં પણ આ મહિલાને હજી દીકરો જોઈએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.