SSC નું પરિણામ આવ્યું 66.97 ટકા, છોકરાઓ કરતા છોકરીનું રિઝલ્ટ 10 ટકા વધુ, જાણો કોણ છે ટોપર ?

  • છોકરીઓનું પરિણામ 72.64 ટકા અને છોકરાઓનું પરિણામ 62.83 ટકા
  • સૌથી વધુ સુરત જિલ્લાનું 79.63 ટકા પરિણામ
  • સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું, 46.83 ટકા
  • www.gseb.org પર જઇને વિદ્યાર્થી પરિણામ જોઇ શકે છે

આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે. છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સ બાદ ધો.10ના પરિણામમાં પણ છોકરીઓ બાજી મારી ગઇ છે. છોકરીઓનું પરિણામ 72.64 ટકા આવ્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 62.83 ટકા છે. આમ છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ 10 ટકા વધુ રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર પ્રથમ ક્રમે

ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આ જ જિલ્લાનું તડ કેન્દ્ર છે. જેનું પરિણામ 17.63 ટકા છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકે છે.

100 ટકા પરિણામ ધરાવેતી 366 શાળાઓ

ધો. 10માં 100 ટકા પરિણામ ધરાવતી 366 શાળાઓ છે, જ્યારે 995 શાળાઓ એવી છે, જેનું પરિણામ 30 ટકા કરતા પણ ઓછું છે. 63 શાળાઓ એવી પણ છે કે જેનું પરિણામ 0 ટકા છે.

ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા

ગુજરાતી માધ્યમનું ધો.10નું પરિણામ 64.58 ટકા છે, હિન્દી માધ્યમનું 72.66 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકા છે.

4974 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

ધો.10માં 4974 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 32375 વિદ્યાર્થીઓએ A2, 70677 વિદ્યાર્થીઓએ B1, 129629 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.

રાજ્યના સૌથી વધુ પરીક્ષાર્થી સુરતના

ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.

માર્કશીટનું વિતરણ

ગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *