હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યા-ક્યા અને કેટલો પડશે વરસાદ.

Published on: 9:04 am, Thu, 16 May 19

6 જૂનની આસપાસ કેરળ તટથી ચોમાસુ પ્રવેશ કરશે. જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી શક્યતા છે. દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ 4 જૂને નહીં પણ 6 જૂને આવી પહોંચશે. ખાનગી એજન્સી સ્કાયમેટે 4 જૂનથી ચોમાસાની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે 6 જૂનથી ચોમાસુ આવશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે છેલ્લા 14 વર્ષમાં તેની ભવિષ્યવાણી 13 વખત સાચી પડી છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ચોમાસુ નબળું રહે છે ત્યારે આ વખતે પણ સામાન્યથી થોડું સારું રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા સમગ્ર દેશમાં 96 ટકા વરસાદની સંભાવના દર્શાવાઇ છે જેની અસર તળે ગુજરાતમાં પણ સરેરાશની આસપાસ વરસાદ રહે તેવી શક્યતા છે. કેરળમાં 6ઠ્ઠી જૂનથી ચોમાસુ બેસશે ત્યારે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહથી ચોમાસાની શરૂઆત થઇ શકે છે.

અધિક મુખ્ય સચિવ, મહેસુલ, પંકજ કુમારે કહ્યું કે, 6 જૂનની આસપાસ કેરળ તટથી ચોમાસુ પ્રવેશ કરશે. જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે સચોટ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલ એ આ વખતે ફરીથી આગાહી કરી છે. તે અંગે હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓની આગાહી શરૃ થઈ છે. આ સ્થિતિમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેશે તેવી આગાહી કરી છે. વર્ષ કેટલા આની રહેશે તેનો ખ્યાલ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

ક્યાં કેટલો વરસાદ પડવાની સંભાવના

શહેર – વરસાદ ઈંચમાં

ગાંધીનગર – 30

બનાસકાંઠા – 40

કચ્છ  10થી 20

મહેસાણા 20થી 38

અમદાવાદ – 35

આણંદ – 48

દાહોદ – 50

ખેડા -48

પંચમહાલ – 52

વડોદરા – 55

ભરૃચ – 60

ડાંગ – 95

નર્મદા -70

નવસારી -80

સુરત – 75

વલસાડ – 100

અમરેલી – 48

ભાવનગર – 45

જામનગર – 28

પોરબંદર – 28

જૂનાગઢ – 48

રાજકોટ  – 46

સુરેન્દ્રનગર – 36

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.