ગુજરાતના આ પરિવારના સભ્યો SSC માં આવે છે વારસાગત રીતે ટોપ ૧૦ માં, જાણો વધુ.

Published on: 8:58 am, Tue, 21 May 19

આજે ધોરણ-10નુ પરિણામ જાહેર થયું છે. જેમાં વાસણાની શ્રી ગણેશ વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા સારસ્વત ઉપાધ્યાયે ધોરણ-10માં 99.99PR મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તેમના પિતા ચિરાગ ઉપાધ્યાય પણ મણિનગરની શ્રીજી હોસ્પિટલમાં ડોક્ટર છે. બહેન શ્રુતિ ઉપાધ્યાય પણ સિવિલ હોસ્પિટલમાં MBBS કરીને હાલ MDનો કોર્ષ કરી રહી છે. જ્યારે તેની માતા પુર્વિ ઉપાધ્યાયે 84 ટકા માર્ક મેળવીને તેજસ્વી વિદ્યાર્થીની બની હતી. અને તેઓ B.sc બાયો કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે.

સારસ્વત ઉપાધ્યાય 99.99PR સાથે બોર્ડમાં પ્રથમ.

સારસ્વતના બનેવી વંદિત ઠક્કર પણ 2013માં ધોરણ-12 સાયન્સમાં ટોપર્સ હતા અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યા બાદ હવે ખાનગી કંપનીમાં કામ કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે સારસ્વતે મોરના ઈંડા ચિતરવા ન પડે તે કહેવતને સાર્થક કરી હતી. કેમ કે સારસ્વતના બા જયાબેન ઉપાધ્યાય ધોરણ-6માં અભ્યાસ કરતા હતા ત્યારે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેમણે EX સ્ટુડન્ટ તરીકે 1962માં ધોરણ-10ની પરીક્ષા આપી હતી. તે સમયે તેઓ બોર્ડમાં 8માં નંબરે ઉત્તીર્ણ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.