આપો જવાબ! કયું જીવ ૬ દિવસ સુધી શ્વાસ રોકી શકે છે? UPSCમાં પુછાયા આવા રોચક સવાલો

ભારતમાં ઘણા સમયથી યુપીએસસી(UPSC) અને સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારીઓ અને એક્ઝામ પાસ કરવાનો અલગ ક્રેઝ આવ્યો છે. જેને લઈને આપણા દેશના યુવાનોમાં સરકારી પરીક્ષાઓની જાગૃતિ અને તેને પાસ કરવાની હોડ લાગી છે. જેમનું સપનું આઈએએસ(IAS) અથવા આઈપીએસ(IPS)અધિકારી બનવાનું છે. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પડે છે. જેના માટે ખુબ મેહનત(Hard work) સાથે જ્ઞાન(Knowledge) મેળવવું ખુબજ જરૂરી છે. આ પરીક્ષા બીજા બધા અભ્યાસક્રમ કરતા ખુબજ અઘરી હોય છે.

આઈએએસ(IAS) અથવા આઈપીએસ(IPS) બનવું એટલું સરળ નથી. આઈએએસ ઇન્ટરવ્યૂ(Interview)માં ઘણી વખત આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના વિશે ઉમેદવારો જાગૃત નથી કે તેઓ શું જવાબ આપશે તે વિચારવું પણ સામાન્ય માણસો માટે મુશ્કેલભર્યું હોય છે. ઘણીવાર તો આવા ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવેલા પ્રશ્નો અભ્યાસક્રમ(Sallybus) સાથે સંકળાયેલા હોતા નથી અને તદન અલગજ પ્રકારના હોય છે. આવા પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યુઅર્સ ઉમેદવાર પરિસ્થિતિ(Situation) ઓળખીને કઈ રીતે સમાધાન કરવા પ્રય્તન કરે છે તેનું નિરીક્ષણ પણ કરી લેતા હોય છે.

આ ઈન્ટરવ્યુંનો એક હેતુ ઉમેદવારની તર્ક શક્તિ, માનસિક ક્ષમતાની ચકાસણી કરવાનો હોય છે આમાં ખૂબજ મુશ્કેલભર્યા અને અટપટા તેમજ જટિલ પ્રશ્નો પૂછવામાં આવે છે.આજે અમે તમારા બધા માટે આવાજ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો, અને તેમના જવાબો લાવ્યા છીએ.તો ચાલો એક નજર કરીએ.

પ્રશ્ન: ભારતમાં સૌથી પેહલું આધારકાર્ડ(Aadhar Card) કોણે બનાવ્યું હતું?
જવાબ: રંજના સોનવણે (Ranjana Sonvane)

પ્રશ્ન: મિતાલી એક્સપ્રેસ નામની નવી ટ્રેન કયા દેશ સાથે ભારતની રેલ્વે-જોડાણ સ્થાપિત કરશે?  જવાબ: બાંગ્લાદેશ (Bangladesh)

પ્રશ્ન: એવું કયું પ્રાણી છે, 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે?
જવાબ: વીંછી(Scorpion)

પ્રશ્ન: ભારતમાં કયું રેલ્વેસ્ટેશન(Railway station) છે, જેનો અડધો ભાગ ગુજરાતમાં અને અડધો ભાગ મહારાષ્ટ્રમાં છે?
જવાબ: નવાપુરા(Navapura)

પ્રશ્ન: પૃથ્વી પરનો કયો જીવ પાણી વિના લાંબા સમય સુધી જીવિત રહે છે?
જવાબ: કાંગારૂ(Kangaroo)

પ્રશ્ન: ભારતના પ્રતીકમાં ઉપયોગમાં લેવામાં આવતું “સત્ય મેવ જયતે”(Satyameva Jayate) કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે?
જવાબ: “મૂંડક” (Mundak) નામના ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.

જુઓ એક પ્રેરણાત્મક વિડીયો UPSC વિષે

પ્રશ્ન: કયા દેશમાં(Country) એકપણ રેલ્વે ટ્રેક નથી?
જવાબ: જણાવી દઈએ કે એક કરતા પણ વધારે દેશો છે દુનિયામાં કે જ્યાં એક પણ રેલ્વે ટ્રેક જોવા મળતો નથી જેમાં જીનીયા બિસાઉ, કુવૈત, લિબિયા, આઇસલેન્ડ, સાયપ્રસ પૂર્વ, તિમોર, અને ભૂતાન જેવા દેશોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન: એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પાડ્યા બાદ જરા પણ ભીની થતી નાથી કે પલળતી નથી?
જવાબ: પડછાયો(Shadow)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *