અંતિમ સંસ્કારની વિધિમાં ગયેલ લોકોના એકાએક થવાં લાગ્યા મોત – તપાસમાં સામે આવ્યું ચોકાવનારું કારણ 

સોશિયલ મીડિયા પર રોજબરોજ કેટલીક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. દારૂ પીવાને લીધે કેટલાંક લોકોના મોત થતાં હોય છે. આવા લોકોના મોત થતાં સરકાર અથવા તો તંત્ર હરકતમાં આવતું હોય છે. કમ્બોડિયાનાં ગ્રામીણ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.

કમ્બોડિયામાં ચોખામાંથી બનાવવામાં આવેલ વાઈન ખૂબ જ પ્રસિદ્ધ છે તેમજ મોટાભાગે સામાજિક સમારોહમાં એનું સેવન કરવામાં આવે છે. આવી ઘટનાઓ દર વર્ષે કમ્બોડિયાના ગ્રામીણ વિસ્તારોમાંથી સામે આવે છે. કમ્બોડિયાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઘરેલુ સ્તર પર પોતાના ઉપભોગ માટે ચોખાની વાઈન બનાવે છે.

ઘણીવાર આ વાઈન ઝેરીલી થઈ જાય છે. જેને લીધે દર વર્ષે લોકોના મોત થયા હોવાંનાં સમાચાર સામે આવતા રહેતાં હોય છે. કેટલીકવાર વાઇનને યોગ્ય રીતે બનાવવામાં આવતી ન હોવાંથી એમાં મિથેનોલ હોવાને લીધે પણ લોકોના મોત થતાં હોય છે.

અહીં અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં ચોખામાંથી બનાવવામાં આવેલ દારુ પીવાને લીધે કુલ 7 લોકોના મોત નીપજ્યા હતાં જયારે કુલ 130 લોકોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે, આ ઘટના પછી સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કમ્બોડિયામાં ખરાબ ચોખામાંથી બનાવવામાં આવેલ વાઈન પીધા પછી કુલ 7 લોકોના મોત નીપજ્યા હતાં, તો એક રિપોર્ટ પ્રમાણે વાઈન પીવાને કારણે બીમાર થયેલ કુલ 130થી પણ વધુ લોકોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. કમ્બોડિયાના સ્વાસ્થ્ય અધિકારીઓને વાઈનમાં કેટલાક ઝેરી પદાર્થ ભળેલા હોવાની આશંકા રહેલી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, આ ઘટના શનિવારની મધ્યરાત્રીએ બની હતી. આ ઘટના કમ્બોડિયામાં આવેલ કંપોન્ગ છનાંગ પ્રાંતના અંતરિયાળ ગામમાં બની છે, જ્યાં ગ્રામલોકોએ એક અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં વાઈન પીધી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વાઈનમાં કેટલાક ઝેરીલા પદાર્થ હોવાને લીધે આ લોકોના મોત થયા છે.

બીમાર થયેલ અમુક લોકો સારા થઈ રહ્યા છે તેમજ કેટલાક લોકોને તો હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમણે કુલ 3 વિશેષજ્ઞોને આ ઘટનાની તપાસ કરવા માટે તેમજ ઝેરીલી વાઈનનું વેચાણ અને તેનું સેવન બંધ કરાવવા માટે ગામમાં મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *