Surat GIDC Fire Latest News: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. તે ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ તેઓના કંકાલ મળી આવ્યા છે.
તમામ મૃતદેહોને પોસ્ત્મોર્ત્મ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝી ઉઠ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાજી જતા હોસ્પિટલની અંદર (Surat GIDC Fire Latest News) તેઓ સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાજી જતા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
આ અંગે સુરત પોલીસ DCPએ જણાવ્યું છે કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા. જેમાં કંપનીમાંથી આજરોજ સાત માનવ કંકાલ મળી આવ્યા છે. આ કંકાલોને પોસ્ત્મોર્ત્મ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
લાપતા કર્મચારીઓના કંકાલ મળ્યા
સુરતના સચિન જીઆઇડીસી ખાતે કેમિકલનું કામ કરતી એથર ઇન્ડસ્ટ્રીમાં મંળવારીની મોડી મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 27 જેટલા કામદારો આગની જપેટમાં આવી ચુક્યા હતા. ત્યારે મોડી રાત્રે સચિન જીઆઇડીસીનો વિસ્તાર કામદારોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનામાં ભોગ બનનાર કામદારોને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. શહેરની સંજીવની, સુરત સુપર સ્પેશિયાલિસ્ટ, એપલ હોસ્પિટલ અને મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.
મૃતદેહને પોસ્ત્મોર્ત્મ માટે લઈ જવાયા
આગ દુર્ઘટના પછી કંપની અંદર કામ કરી રહેલા કાર્મચારીઓની સંખ્યા અંગે તપાસ કરતા સાત લોકો ગુમ થયા હોવાનું સામે આવી રહ્યું હતું. જેની બે દિવસથી શોધખોણ ચાલી રહી હતી. જેમાં આજરોજ સવારે છ માનવ કંકાલ પોલીસને મળી આવ્યા હતાં અને એક લાપતા હોવાથી તેની શોધખોણ હાલ ચાલી રહી હતી. થોડા સમય પછી તે એક લાપતા વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
સાતે સાત મૃતદેહને પોસ્ત્મોર્ત્મ માટે સુરત સિવિલમાં મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube