સ્કુલ રિક્ષાને નડ્યો દર્દનાક અકસ્માત, એક સાથે 7 માસુમ બાળકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’

અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહે છે, જેમાં કોઈની ભૂલને કારણે માસુમને જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યારે આવી જ એક દર્દનાક અકસ્માતની ઘટના…

અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહે છે, જેમાં કોઈની ભૂલને કારણે માસુમને જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યારે આવી જ એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો છત્તીસગઢ(Chhattisgarh)ના કાંકેર(Kanker) જિલ્લાના કોરેર પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત બાળકોના મોત(Seven children died) થયા છે. ઓટો ડ્રાઈવર 8 બાળકોને શાળાએ લઈ જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઓટોના ફુરચા ઉડી ગયા હતા. બાળકો BSNN ડિજિટલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ અકસ્માત ગુરુવારે કોરેરના ચિલ્હાટી ચોક પાસે થયો હતો.

તમામ બાળકોની ઉંમર 5 થી 8 વર્ષની વચ્ચે હતી. 2 બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કોરેર હોસ્પિટલમાં 5 બાળકોના મોત થયા હતા. ડ્રાઇવર અને એક બાળકને ગંભીર હાલતમાં કાંકેરથી રાયપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરીને તેને સ્વજનોને સોંપવામાં આવશે.

સીએમ ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો:
અહીં, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કાંકેરના કોરેર ચિલ્હાટી ચોક પર ઓટો અને ટ્રક વચ્ચે અથડામણને કારણે 7 શાળાના બાળકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું કે આ સમાચાર ખૂબ જ દુઃખદ છે. આરોગ્ય વિભાગ દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. ભગવાન પરિવારના સભ્યોને હિંમત આપે. વહીવટીતંત્રને તમામ શક્ય મદદ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.

બાળકો BSNN ડિજિટલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તમામ બાળકોના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. બાળકો પ્રાથમિક ધોરણમાં ભણતા હતા. પોલીસ-પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કાંકેરના એએસપી અવિનાશ ઠાકુરે જણાવ્યું કે ટ્રક ભાનુપ્રતાપપુરથી આવી રહી હતી. ટ્રક ચાલક ફરાર છે, જેની શોધ ચાલી રહી છે, જ્યારે ટ્રક કબજે લેવામાં આવી છે.

ASP અવિનાશ ઠાકુરે જણાવ્યું કે, એક બાળક ઘાયલ છે, જેની હાલત ખૂબ જ ગંભીર છે, તેને સારવાર માટે રાયપુર રિફર કરવામાં આવ્યો છે. 7 બાળકોના મોત થયા છે, જેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ બાદ તેમના સ્વજનોને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે ફરાર ટ્રક ડ્રાઈવરને શોધવા માટે એક ટીમ મોકલવામાં આવી છે.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ આ બાળકોના મોત નીપજ્યા છે:
1. રૂદ્રદેવી, તુગુહાન ગામ, 6 વર્ષ; 2. રુદ્ર કુમાર, ગામ ટુગુહાન, 7 વર્ષ; 3. ઈશાન માંડવી, ગામ બનોલી, 4 વર્ષ; 4. માનવ સાહુ, 6 વર્ષ, ગામ અસ્ત્રા; 5. એક છોકરી; 6. પિયુષ ગાવડે અને 7. લિશાંત ગાવડેના આ અકસ્માતમાં મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *