સુરતના વરાછામાં ધોરણ 10ના વિદ્યાર્થીનો આપઘાત, પરીક્ષામાં 80 ટકા આવ્યા…- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં 10મા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. તથા યુવરાજ જોશીએ આપઘાત કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહત્વનું છે કે, વરાછામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવરાજ જોશીને આંતરિક પરીક્ષામાં 80 ટકા આવ્યા હતા. હજી વધુ માર્ક્સ લાવીશ તેવું કહેનાર વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, 15 વર્ષના યુવરાજ જોશીએ ઘરમાં જ પંખા પર લટકીને આપઘાત કરી લેતા પરિવામાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ ઘટનાને પગલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે વિદ્યાર્થીનું આપઘાત કરવાનું સાચું કારણ શું છે. તેમજ આજુબાજુમાં રહેતા લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચા શરૂ થઇ જવા પામી છે.

માત્ર 15 વર્ષના યુવરાજના આપઘાતને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. શા માટે અને ક્યાં કારણોસર 10મા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી સામે આવે ત્યાં સુધી ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે કાઈ કહી શકાય નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *