નવસારી(ગુજરાત): અવારનવાર ગુજરાત(Gujarat)માંથી દારૂનો અડ્ડો ઝડપાતો હોય છે. તેવામાં રાત્રિના સમયે નવસારીના જૂનાથાણા રોડ(Junathana Road, Navsari) ઉપર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટ(Chanakya apartment)માં કેટલાક લોકો ઉંચા મ્યુઝિકના અવાજ સાથે ઉજવણી કરતા હતા. જેને કારણે અન્ય કોઈ વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમ(Police control room)માં આ અંગે જાણ કરી હતી. આ અંગે પોલીસ(Police)ને જાણ થતા જ પોલીસે 8 મહિલા અને 3 યુવાન મળીને કુલ 11 વ્યક્તિની દારૂની મહેફિલ(Alcohol concoction) માણતા રંગેહાથે પકડી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાનો જન્મદિવસ હોવાથી ત્યાં પાર્ટી ચાલી રહી હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના સંસ્કારી નગરી નવસારીમાં કલંક લગાવી રહી છે. જેમાં નવસારીની હાઈફાઈ સોસાયટીમાં રહેતી મહિલાઓ ભારતીય સંસ્કૃતિ ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતી જોવા મળી છે. જાણવા મળ્યું છે કે, તે દિવસે મહિલાનો જન્મ દિવસ હતો. તેથી તેણે નવસારીના જૂનાથાણા રોડ પર આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટમાં પ્રવિણ શર્માના ઘરે જન્મદિનની પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ દરમિયાન તેઓ નશીલા માદક પીણાની મહેફિલ માણતા હતા. એટલું જ નહીં, જોરજોરથી મ્યુઝિક સાંભળી બૂમબરાડા કરી રહ્યા હતા. તેથી કોઈ અન્ય વ્યક્તિએ આ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. મધરાતે ચાણક્ય એપાર્ટમેન્ટમાં ટાઉન ઈનચાર્જ પીઆઇ એસ.એમ.સગર અને પીએસઆઈ ડો.જે.એન.જોશી અને ચારપુલ પોલીસની ટીમ જઈને દરોડા પડતા મહેફિલમાં ભંગ પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણતા 8 મહિલા અને 3 યુવાન સહીત 11 લોકોની અટકાયત કરી છે.
પોલીસે પ્રવીણ શર્મા, મનિષ પટેલ, જીજ્ઞેશ પટેલની ધડપકડ કરી હતી. મોડી રાત્રે જ તમામનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ પણ પોલીસે કરાવ્યું હતું. પોલીસને ઘટનાસ્થળ પરથી બે વિદેશી દારૂની બોટલ અને 9 કાચના ગ્લાસ કિંમત મળીને કુલ 1500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ આપનારને વોન્ટેડ જાહેર કરીને પીએસઆઈ ડો.જે.એન.જોશીએ વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.