સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં દુષ્કર્મના કીસ્સા ઘણા વધી ગયા છે. ત્યારે હવસખોરો નાની બાળકીઓને પણ નથી મુકતા. હાલ ફરીવાર સુરત(Surat)ને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં પાંડેસરા(Pandesara)ના વડોદ(Vadod) ગામના બાપુનગર(Bapunagar)માં સુતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ બિહારના અને હાલ સુરતમાં રહેતા પરિવારના સભ્યો જયારે રાત્રે ભારે નિંદ્રામાં હતા ત્યારે અજાણ્યા શખ્સે 7 વર્ષની બાળકીનું અપહરણ કરી લીધું હતું અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી જયારે રાત્રે 3 વાગે રડતી રડતી ઘરે આવી ત્યારે પરીવારને જાણ થતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ દરમિયાન, બાળકીનો ગુપ્તભાગ લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવતા પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો.
ત્યારબાદ બાળકીને આ અંગે પૂછતા તેણે માતાને જણાવ્યું કે, “મારી સાથે ગંદુ કામ કર્યું.” જાણવા મળ્યું છે કે, ઘરથી 100-150 મીટરમાં જ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલે કે, ઘરથી 10-12 મકાન બાદ જ હવસખોર અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ વહેલી સવારે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા શકમંદ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.
હાલ બાળકીને મેડિકલ તપાસ માટે સિવિલ લઇ જવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે બિહારવાસી પરિવારે જણાવ્યું કે, આરોપી હાથમાં આવવો જોઈએ, મારી નાખશુ. વધુમાં પોલીસને જણાવતા કહ્યું કે, સાહેબ મારી બાજુમાં જ સુતી હતી ક્યારે ઉપાડીને લઇ ગયો ખબર જ ન પડી. જયારે પાડોશીએ બાળકીને રોતા જોઇને જગાડ્યા ત્યારે ખબર પડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.