ગુજરાતમાં આવેલ અમદાવાદમાં આવેલ વિંઝોલ વિસ્તારમાં પોતાના ઘરે પાછી ફરી રહેલ રોશની નામની બાળકીની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી કર્યા પછી રોશનીને નવું જીવન મળ્યું છે. સિવિલ સર્જરી વિભાગના તબીબ મૌલિક મહેતા તથા એમની ટીમ એની સાથે સિવિલ સંકુલની કિડની હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત તબીબ ડૉ. વૈભવ સુતરિયાના માર્ગદર્શન હેઠળ માત્ર 7 વર્ષની રોશનીની સર્જરી કરવામાં આવી હતી.
30 સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર કરી :
અમદાવાદમાં આવેલ વિંઝોલ વિસ્તારમાં ફક્ત 7 વર્ષની રોશની જ્યારે પોતાના ઘરે પાછી ફરી રહી હતી. એ દરમિયાન અચાનક ટ્રેક્ટર એની તરફ ઘસી આવતાં એના પેટ પર ટાયર ફરી વળતાં એને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી. એના પિતાને આ વાતની જાણ થતાં એને તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
રોશનીને જ્યારે 30 સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આ હતીવી ત્યારે ખુબ ગંભીર હાલતમાં હતી. એના પેટના ભાગમાંથી સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. જેને કાબુમાં લેવો ખુબ જરૂરી હતો. રોશનીનો સોનોગ્રાફી રીપોર્ટ કરાવ્યા પછી લીવરના ભાગમાં તથા ડાબી બાજુનાં ફેફસામાં ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. એના પેટમાંથી થઈ રહેલ રક્તસ્ત્રાવને રોકવા માટે એની સર્જરી કરવી પડી હતી.
કેવી રીતે કરવામાં આવી સર્જરી :
સિવિલ સર્જરી વિભાગના તબીબ મૌલિક મહેતા તથા એમની ટીમની સાથે સિવિલ સંકુલની કિડની હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત તબીબ ડૉ. વૈભવ સુતરિયાના માર્ગદર્શન હેઠળ ફક્ત 7 વર્ષની રોશનીની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી કે જેને હિપેટેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં દર્દીના લીવરનો અમૂક ભાગ કાપી દેવામાં આવે છે.
ફક્ત 7 વર્ષની રોશની પર આ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી સતત વહેતો રક્તસ્ત્રાવ તથા બીજાં ભાગ પર ઇન્ફેક્શન થતુ રોકવા માટે ખૂબ જરૂરી હતી. જેને લીધે હિપેટેક્ટોમી કરીને રોશનીને પીડામુક્ત કરવામાં આવી હતી. આની સાથે જ ફેફસામાં થયેલ ઇજાની સારવાર માટે ત્યાં એક નળી મૂકવામાં આવી હતી.
સર્જરી કરનાર ડૉક્ટરનું શું માનવું છે?
સર્જરી વિભાગના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. મૌલિક મહેતા જણાવતા કહે છે કે, સીટી સ્કેનના રિપોર્ટમાં રોશનીના ડાબી બાજૂના લીવરનો ભાગ સંપૂર્ણપણે કાળો પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ઈમર્જન્સી હાલતમાં લોહી ચઢાવ્યા પછી પણ જોઇએ તે પ્રમાણમાં સુધારો થતો ન હતો. એના પેટના ભાગમાં દુખાવો વધવા માંડ્યો હતો તથા હિમોલ્ગોબિન પણ ખુબ ઓછું થઈ ગયું હતું.
આવાં કારણોથી જ રોશનીની હિપેટેક્ટોમી સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરનું જણાવવું છે કે, રોશનીના લિવરનો અમૂક ભાગ કાપી નાંખવામાં આવ્યો છે. જે કુલ 3 મહિનામાં કુદરતી રીતે આપમેળે પૂર્વવત થઇ જશે. સર્જરીના કુલ 12 દિવસ બાદ રોશની સંપૂર્ણપણે સ્વસ્થ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle