સુરત: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ યુવતીએ કાસ્ટિંગ કાઉચના આરોપ લગાવ્યા છે. મિતલ સોલંકીને ફોટોશૂટ માટે સુરતના વરાછા વિસ્તારમાં યોગીચોક બોલાવવામાં આવી હતી. જ્યાં ડ્રેસચેન્જ રૂમમાં પ્રોડ્યુસર JDએ ત્રણ લોકો સાથે શારીરિક સબંધ બાંધવાનું કહ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ૧ વ્યક્તિના ૭૦ હજાર રૂપિયા આપવામાં આવશે. સાથે છુપા કેમેરાથી વિડીઓ કલીપ બનાવી હોવાનો પણ આક્ષેપ લાગવ્યો હતો.આ યુવતી મીડિયા સમક્ષ આવી છે અને યુવતીએ પોતાની સાથે થયેલા ખોટા અને ખરાબ અનુભવને લોકોની સામે લાવવાની હિમત બતાવી છે અને આ હવસખોર લોકોને જનતા સામે ખુલ્લો પાડવાનો એક મોટો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં રહેતી ૩૯ વર્ષની એક યુવતીને વેબસીરીઝમાં કામ કરવા અંગે પ્રેશર કરીને કતારગામના યુવાને પોતાની સરથાણા વિસ્તારની યોગીચોક સ્થિત રહેલી એક ઓફિસે ફોટોશુટ વખતે જ ત્રણ લોકોને સાથે લાવી તેમની સાથે શારીરિક સબંધ બાંધવાનું કહેતા યુવતીએ તે અંગે ના પાડી દીધી હતી અને તેમની સાથે કરાર તોડી નાખ્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા યુવાને મહિલાને સુરતમાં નહી રહેવા દઉ અને ફોટો વાયરલ કરીને બદનામ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી.
યુવતીને થોડા દિવસ પહેલા એક ફોન આવ્યો હતો અને ફોન પર કહ્યું કે, સામેથી જે.ડી. બોલી રહ્યો છું. તમારે મારી વેબ સીરીઝમાં કામ કરવું પડશે ત્યારે યુવતીએ તેમના પ્રતિઉત્તરમાં યુવતીએ તેમને ઓળખતી ન હોવાનું જણાવ્યું હતું. યુવતીના જણાવ્યા અનુસાર તેમને કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મી હસ્તીઓ મારી સાથે કામ કરે છે તો તમારે પણ કરવું પડશે. તેમ કહીને યુવતીને આ કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
યુવતીના જણાવ્યા અનુસાર, ગઈ પહેલી તારીખે જેડી તે યુવતીના ઘરે આવ્યો હતો અને પોતાની યોગીચોક સ્થિત આવેકી ઓફિસમાં લઇ ગયો હતો. જે ઓફિસમાં બે પુરુષ અને મહિલા હાજર હતા. યુવતી અહિયાં વેબ સીરીઝમાં ફોટોશુટ કરાવતી હતી અને ત્યારે જેડી ત્રણ વ્યક્તિ સાથે ત્યાં પહોચી ચુક્યો હતો. તેમની સાથે શારીરિક સબંધ બાંધવાની ઓફર પણ કરી હતી. આ માટે તેમણે ૭૦ હજાર રૂપિયા આપવાની પણ ઓફર કરી હતી. યુવતીએ જે.ડી.પટેલ(જયદીપ ડભોયા) સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને તેમની ધરપકડ અંગેના ચક્રો ગતિમાન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.