ગૃહ ઉદ્યોગ ચલાવતા ઓલપાડના ગીતા બહેન વનરાને ‘સુરત મિલેટ મેળા’ના પ્રથમ દિવસે કરી 7000 રૂપિયાની કમાણી

7000 rupees earned on first day ‘Surat Millet Mela’ :કેન્દ્ર સરકાર દ્વારા સરસાણા (Sarsana) ખાતે આયોજિત સુરત મિલેટ મેળા (Surat Millet Mela) માં રાજ્યભરના મિલેટ…

7000 rupees earned on first day ‘Surat Millet Mela’ :કેન્દ્ર સરકાર દ્વારા સરસાણા (Sarsana) ખાતે આયોજિત સુરત મિલેટ મેળા (Surat Millet Mela) માં રાજ્યભરના મિલેટ ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓએ ભાગ લીધો છે. જેમાં મિલેટ્સ(દેશી ધાન)ની સાથે તેમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ જેવા કે નાસ્તા, વેફર, પાપડી, ખાખરા જેવી અનેક અવનવી વાનગીઓનું પ્રદર્શન સાથે વેચાણ ખુલ્લુ મુકાયું છે.

ગૃહ ઉદ્યોગ ચલાવતા ઓલપાડ તાલુકાના ગીતાબેન પ્રવીણભાઈ વનરાએ સૌ પ્રથમ વખત પ્રદર્શનમાં ભાગ લઈ હોમ મેડ રાગીની ફરસી પૂરી અને થેપલાનું વેચાણ કરી પ્રથમ દિવસે રૂપિયા 7000ની આવક મેળવી લોકોનો ઉત્સાહજન્ય પ્રતિસાદ મેળવ્યો હતો.

ઘરગથ્થું રોટલી બનાવવાથી શરૂ કરેલા નાનકડા વ્યાપારને મહેનત અને લગનથી આગળ વધારી ગીતાબેને થેપલા બનાવી ટી સ્ટોલ તેમજ નાની દુકાનોમાં વેચાણ કર્યું. અને ત્યારબાદ કઈંક નવું તેમજ હેલ્ધી કરવાની ઇચ્છાથી તેમણે રાગીને પ્રાધાન્ય આપી રાગીના થેપલા અને પુરીનું વેચાણ શરૂ કર્યું છે.

એકલા હાથે નાના પાયે શરૂ કરેલા ગૃહ ઉદ્યોગમાં આજે ગીતાબેન અન્ય 20 બહેનોને રોજગારી પ્રદાન કરે છે. ધંધાના વિકાસ માટે તેમણે પ્રધાનમંત્રી ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના (PMFME) હેઠળ રૂપિયા 6લાખની સાધન સહાયની લોન લીધી છે. જેના માધ્યમથી તેઓ મોટા ઓર્ડર મેળવી તેને સમયસર પૂરા પાડી શકે છે.

સરકાર દ્વારા મળતી તકને કારણે મહિલાઓમાં વધતી સ્વાવલંબિતા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા ગીતાબેને અત્યંત હર્ષ સાથે સરકાર દ્વારા મહિલાઓના આર્થિક ઉત્થાન માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ આપવામાં આવે છે જે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *