એક કોરોના તેનો કહેર મચાવી રહ્યો અને હજારોના જીવ લઇ રહ્યો છે, તો અહિયાં બીજી તરફ બંગાળની’ ખાડી માંથી જન્મેલા અમ્ફાન તુફાને તેનો કહેર મચાવી ઘણા લોકોના જીવ લઇ લીધા છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી છે. અમ્ફાનનાં કારણે બંગાળમાં એકસાથે 72 લોકોનાં મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ બંગાળ અને ઓરિસ્સાની સ્થિતિને લઇને ટ્વીટ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવતા લખ્યું કે મુશ્કેલ સમયમાં આખો દેશ બંગાળ અને ઓરિસ્સા સાથે ઉભો છે.
Have been seeing visuals from West Bengal on the devastation caused by Cyclone Amphan. In this challenging hour, the entire nation stands in solidarity with West Bengal. Praying for the well-being of the people of the state. Efforts are on to ensure normalcy.
— Narendra Modi (@narendramodi) May 21, 2020
સાથે-સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવાતા લખ્યું કે, “ચક્રવાતી તોફાન અમ્ફાને કેવી રીતે તબાહી મચાવી છે, તેની તસવીર મે જોઇ છે. આ મુશ્કેલ સમયમાં આખો દેશ પશ્ચિમ બંગાળની સાથે ઉભો છે. રાજ્યનાં લોકો માટે પ્રાર્થના કરું છું અને રાજ્યમાં બધું જ ફરી નૉર્મલ કરવાનું આશ્વાસન આપું છું.” તદુપરાંત પ્રધાનમંત્રી મોદીએ જણાવતા લખ્યું છે કે લખ્યું કે, એનડીઆરએફની ટીમો અમ્ફાન પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરી રહી છે અને ઉચ્ચ અધિકારી આના પર નજર રાખી રહ્યા છે. ભારત સરકાર રાજ્ય સરકારની સાથે મળીને કામ કરી રહી છે અને લોકોની મદદ કરવામાં કોઈ અસર નહીં છોડવામાં આવે.
ઓરિસ્સાને લઇને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, રાજ્ય સરકારની સાથે મળીને ભારત સરકાર રાહત કાર્યમાં લાગી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ સાયક્લોન અમ્ફાનને લઇને ટ્વીટ કર્યું છે. અમિત શાહે લખ્યું કે, અમ્ફાનનાં કારણે બંગાળ અને ઓરિસ્સામાં પેદા થયેલી સ્થિતિ પર કેન્દ્ર સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યું છે. મે નવીન પટનાયક, મમતા બેનર્જી સાથે વાત કરી છે અને કેન્દ્ર તરફથી મદદનો ભરોસો આપ્યો છે.
PM @narendramodi’s government is committed for the safety and security of every citizen.
NDRF teams are already on ground to help people in need.
I urge people of West Bengal and Odisha to stay indoor and follow instructions.
Praying for everyone’s safety and well being.
— Amit Shah (@AmitShah) May 21, 2020
સાથે-સાથે ગૃહમંત્રી અમિત શાહે જણાવતા લખ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દરેક વ્યક્તિની સુરક્ષા માટે તત્પર છે. એનડીઆરએફની ટીમ પ્રભાવિત ક્ષેત્રોમાં મદદ કરી રહી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના ઘરોમાં જ રહે. ઉલ્લેખનીય છે કે બુધવાર બપોરનાં બંગાળ અને ઓરિસ્સામાં ચક્રવાતી તોફાન અમ્ફાન ટકરાયું હતુ. આ દરમિયાન હવાની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધારે હતી. બંગાળ અને કોલકાતામાં આ તોફાનથી ઘણું નુકસાન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news