ઉત્તરાખંડ: ગઈકાલે એટલે કે, રવિવારે ઉત્તરાખંડ સરકાર (Government of Uttarakhand) ના રિપોર્ટ (Report) માં નુકસાનના આંકડા સામે આવ્યા છે કે, જેમાં સર્જાયેલ મોટી હોનારતમાં. રાજ્ય (State) માં 17 ઓક્ટોબરથી લઈને 19 ઓક્ટોબર દરમિયાન બનેલ કેટલીક ઘટનાઓમાં કુલ 72 લોકોના મોત નીપજ્યા છે. જયારે 26 ઘાયલ તો 4 લોકો ગુમ પણ થયા છે. જયારે 224 ઘરને નુકસાન થયું છે.
સાથોસાથ હજું પણ બચાવ કાર્ય શરુ જ છે ત્યારે આ દરમિયાન રવિવારે ફરીથી હવામાનમાં બદલાવ આવ્યો હતો. સવારે તડકો તો વળી સાંજે બરફ વર્ષા શરુ થઈ હતી. ભારે વરસાદને લીધે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. બદરીનાથ તથા કેદારનાથના પહાડો પર બરફ દેખાઈ રહ્યો છે. યમુનોત્રી ઘામમાં સિઝનનો સૌપ્રથમ વરસાદ થયો છે. જયારે ગંગોત્રીની ઉંચી ચોટી પણ બરફથી ઢંકાયેલ છે.
હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ:
બીજી બાજુ હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે, ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ બાદ આવેલ સમસ્યાથી હવામાન ચોખ્ખું રહેશે. જો કે, દહેરાદૂન સહિત બીજા શહેરોમાં રવિવારની સાંજે વરસાદ શરુ થયો હતો. દહેરાદૂન તથા મસૂરીમાં રવિવારની સાંજે હવામાનમાં બદલાવ આવતા વરસાદ શરુ થયો હતો.
જો કે, સોમવારે 4 દિવસ દહેરાદૂન સહિત સમગ્ર રાજ્યમાં હવામાન સ્પષ્ટ રહેવાનું પૂર્વાનુંમાન હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન ખાતાએ દહેરાદૂન, હરિદ્વાર, ઉત્તરકાશી, ટિહરી, રુદ્રપ્રયાગ, ચમૌલી, પૌડી વગેરે જિલ્લામાં રવિવારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. વધુ ઉંચાઈ વાળા વિસ્તારોમાં બરફ વર્ષાનું અંદાજ હતો.
3.6 ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો નોંધાયો:
વાદળા ગરજતા મોડી સાંજ સુધી વરસાદ શરુ રહ્યો હતો. આ દરમિયાન હવામાન ઠંડુ રહેતા રવિવારે દહેરાદૂનના મહત્તમ તાપમાન 25.8 તેમજ ન્યૂનતમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે શનિવારે મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયલ રેકોર્ડ રહ્યો હતો. આ હિસાબથી તાપમાનમાં 3.6 ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.