720 packets of banned cigarettes seized in Surat: સુરત શહરે પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ નાઓ દ્વારા સુરત શહેરમાાં છેલ્લા ઘણા સમયથી નાકોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલુ કરવામાાં આવેલ છે. જે અભિયાન અંતગત સુરત શહરે પોલીસ નાકોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાાં સફળ રહેલ છે. વધુમાં માનનીય પોલીસ કમિશનરને ધ્યાને આવેલ કે, શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની પ્રતિબંધિત સિગારેટનું વેચાણ થઇ રહ્યું છે.
સુરત SOGને મળેલ બાતમીના આધારે વરાછા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ કરી હેલ્થ વોર્નિંગ વિનાની પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂપિયા 1.37 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ(720 packets of banned cigarettes seized in Surat) કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ દ્વારા હાલ નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તેમજ ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા પ્રતિબંધિત ઇ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તેમજ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સુરત શહેરને મળી હતી.
પોલીસ વિભાગમાં મળેલી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગરના એક મકાનમાં સુરત SOGની ટીમેં રેડ કરી હતી. જ્યાંથી ગેરકાયદેસર અને હેલ્થ વોર્નિંગ વિનાની પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે કલ્પેશ સુરેશભાઈ ઠક્કર નામનો શખ્સ મળી આવ્યો હતો.
સુરત SOGએ સ્થળ પરથી અલગ અલગ કંપનીના 720 નંગ પેકેટનો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનો જથ્થો સહિત 1.37 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વિનાની આ સિગારેટનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે તેની તપાસ હાથ ધરી છે.સુરત SOGએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube