74 વર્ષીય પિતાને મારી નાખવા પરિવારના જ સભ્યોએ રચ્યું ષડયંત્ર, વૃદ્ધ પિતાના તડપી-તડપીને એવા હાલ થયા કે…

પોલીસે આ ઘટનામાં કોઈના જીવને જોખમમાં મૂકવાનો કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. વૃદ્ધ વ્યક્તિએ એક ખાનગી કંપનીમાં સ્ટોર કીપરની નોકરી…

પોલીસે આ ઘટનામાં કોઈના જીવને જોખમમાં મૂકવાનો કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. વૃદ્ધ વ્યક્તિએ એક ખાનગી કંપનીમાં સ્ટોર કીપરની નોકરી કરી નિવૃત્ત થયો હતો. તામિલનાડુના સાલેમમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ગંભીર રીતે બીમાર 74 વર્ષના વૃધના પરિવારના લોકોએ દ્વારા ફ્રીઝરમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. બોક્સમાં શ્વાસ લેવા માટે તડપતા વૃદ્ધને આખરે મંગળવારે બચાવી લેવામાં આવ્યા છે. એક દિવસ પહેલા જ, તેમના પરિવાર દ્વારા પીડિત વૃદ્ધને બીમાર હોવાં છતાં હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે લાવવામાં આવ્યા હતા. પરિવારે વૃદ્ધોને તે જ ફ્રીઝર બોક્સમાં સૂવડાવી રાખ્યા કે જેમાં મૃત શરીરને રાખવામાં આવતા હોય છે.

જ્યારે એજન્સીનો એક કર્મચારી ફ્રીઝર બોક્સ પાછો લેવા તેના ઘરે આવ્યો, ત્યારે તેણે જોયું કે વૃદ્ધ એ ફ્રીઝરમાં તડપી રહ્યો છે. તેમને જીવતા જોઇ તેણે જલ્દીથી હંગામો કર્યો અને ત્યારબાદ વૃધને બચાવ્યા. 74 વર્ષીય વડીલના ભાઈએ એક એજન્સીમાંથી બોક્સ ભાડે લીધુ હતું. પીડિત વૃદ્ધની ઓળખ ‘બાલસુબ્રમણિયા કુમાર’ તરીકે થઈ હતી, જેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે, શા માટે ગંભીર સ્થિતિ હોવાં છતાં પણ 74 વર્ષીય વૃદ્ધને સંબંધીઓ દવાખાનામાંથી  રજા આપવામાં આવી હતી અને શા માટે ભાઈએ એક ફ્રીઝર બોક્સ મંગાવ્યુ હતું. શું તેનો ભાઈ વૃદ્ધને મારવા માગતા હતા?

મૃતદેહને લઈ જવા માટે મફત વાહનની સેવા પૂરી પાડતા વકીલ દેવલિંગમને આ ઘટનાની જાણ થતાં જ તેઓં ઘટનાસ્થળે ઘરે પહોંચી ગયા હતા. તેણે કહ્યું, “આ વ્યક્તિને આખી રાત બોકસની અંદર રાખવામાં આવ્યા હતા. એજન્સીના કર્મચારીએ ગભરાઈને મને જાણ કરી. પણ પરિવારે મને કહ્યું, ‘તે મરણની હાલતમાં જ હતાં અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.’

પોલીસે બેદરકારી દાખવવાના અને કોઈનો જીવ જોખમમાં મૂકવાનો કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. વૃદ્ધ વ્યક્તિ એક ખાનગી કંપનીમાં સ્ટોર કીપરની નોકરીથી નિવૃત્ત થયો. અને તે તેના ભાઈ અને ભત્રીજી સાથે રહેતા હતા, જે દિવ્યાંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *