ગુજરાત(Gujarat): આજે સમગ્ર દેશ 74માં ગણતંત્ર દિવસ(74th Republic Day)ની ઉજવણી કરી રહ્યો છે. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો કાને સંભળાય રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર(Saurashtra) સહિત રાજ્યભરના વિવિધ મંદિરોમાં પણ ભગવાન દેશભક્તિના રંગે રંગાયા છે અને ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. જેના કારણે મંદિરોમાં ભક્તિમય સાથે-સાથે દેશભક્તિમય વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે.
દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશભક્તિનાં ત્રિરંગી રંગમાં રંગાય ગયા છે. દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દ્વારા અનોખા જ અંદાજમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. દેવાધિ દેવ મહાદેવને ત્રિરંગો શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવ પણ દેશ ભક્તિનાં રંગમાં રંગાતા શ્રદ્ધાળુઓ મહાદેવની એક ઝલક જોવા માટે સોમનાથ મંદિરે ઉમટી પડયા છે. મંદિર પરિસર અને શિવ ભક્તો પણ જાણે કે ધર્મની સાથે રાષ્ટ્ર ભક્તિમાં તલ્લીન બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે.
આ સાથે જ 74માં પ્રજાસત્તાક દિન નિમિતે બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પણ દેશભક્તિનાં રંગમાં રંગાયા છે અને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. હનુમાન દાદાને તિંરગા વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાના સિંહાસનની આજુબાજુ તિરંગો પણ મૂકવામાં આવ્યો છે.
જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર પણ દેશભક્તિનાં રંગે રંગાયું છે. માતાજીના સિંહાસનની પાછળ તિરંગો લગાવવામાં આવ્યો છે. માતાજીના આ સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને ચામુંડા માતાજીના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.
સાથે જ શક્તિપીઠ પાવાગઢ મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું છે, મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર કરવામાં આવ્યો છે અને નિજ મંદિર પરિસરમાં પહેલી વખત ધ્વજવંદન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.