કહી ખુશી કહી ગમ: હોળી પહેલા સરકારી કર્મચારીઓમાં અમુકને લાભ મળશે તો અમુકને લોલીપોપ

Published on: 12:55 pm, Fri, 15 March 19

નવી દિલ્હી: સાતમા પગાર પંચ, અનુસાર સરકારી કર્મચારી અને પેન્શન લેતા લોકો સેલેરી વધવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે તેની ઉમ્મીદો ઉપર પાણી ફરીયુ. હાલમાં છેલ્લે થયેલી કેબિનેટ મીટિંગમાં પણ સરકારે કેન્દ્રીય કર્મચારીઓની વૃદ્ધિ અંગે કોઈપણ નિયમ લીધો નથી. હોળી પહેલાં જ 1.76 લાખ કર્મચારીઓને મળ્યો જટકો. સરકારી કર્મચારીઓ માટે સેલેરી વધારા માટે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ તમામ કર્મચારીઓ માટે આ હોળીની એક ભેટ છે.

કેન્દ્ર સરકારે ફક્ત કર્મચારીઓના વેતનમાં 7% પગાર પંચની ભલામણ કરી હતી. પરંતુ જ્યારે ફક્ત 3% વધાર્યું છે. આ ઉપરાંત હાલમાં ફિટમેટ વિભાગમાં વધારાની કોઈ આશંકા છે નઈ. ફક્ત હરિયાણા સરકારે હોળી પહેલા તેના કર્મચારીઓને ભેટ આપી હતી. હરિયાણા સરકારે તેમના ટીચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ ની સેલેરી માં વધારો કર્યો હતો. હરિયાણાના નાણામંત્રી કેપ્ટન અભિમન્યુએ કહ્યું કે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ વિષય એક પ્રસ્તાવ મંજૂર કર્યો હતો.

હવે જાણીએ કોની કોની સેલેરીમાં વધરો થયો…

હરિયાણા સરકારે તેના ટીચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ ની સેલેરી માં વધારો કર્યો છે. હરિયાણા સરકારના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓની પેન્શનમાં સુધારા કરતી વખતે ખાનગી સરકારએ સહાયક શાળાઓ માટે રજુ કરાયેલ પેન્શન નિયમો નું પાલન કરવામાં આવશે. 3 જાન્યુઆરી 2018 સુધીમાં સહાયક શાળાઓ છે તેને ટીચિંગ અને બિન ટીચિંગ સ્ટાફની સાતમી cpc મુજબ પગાર સ્કેલ માં ફેરફાર કરવા માટે પહેલેથી જ સંમતિ થયા છે.

સરકાર પર વધશે દબાવ….
કેન્દ્ર સરકારે સાતમી પગાર પંચ અનુસાર કર્મચારીઓના પેન્શન માં સુધારો કરવાનો મોટો નિર્ણય લીધો હતો. પેન્શન ધારકો માટે આ વધારો 1 જાન્યુઆરી 2016માં ચાલુ થવાનો હતો તેના માટે સરકારને 47.4 કરોડ રૂપિયાનો બોજ પડ્યો હતો. ત્યારે એક બીજી બાજુ હરિયાણા સરકારે જેલ વિભાગના બોર્ડર કર્મચારીઓ અને પોલીસ વિભાગને સમાન પગાર આપવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. અને સાથે સાથે જેલ વાર્ડન વિભાગ કર્મચારીઓને મળતી સેલેરી માં હવે 600 રૂપિયાનું રાશન,100 રૂપિયા નું મેડિકલ અને 50 રૂપિયા નું ભાડું અંદર સમાવેશ થઈ જાય છે.