મુકેશ અંબાણીના પરિવારને મળી ધમકી- વારાફરતી 8 ફોન કરીને શખ્સે જે કહ્યું, તે જાણીને હચમચી જશો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન(Chairman of Reliance Industries) મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પરિવારને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર આઠ ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે તેના સમગ્ર પરિવારને ત્રણ કલાકમાં મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી હોસ્પિટલ મેનેજમેન્ટે ડીબી માર્ગ પોલીસ સ્ટેશન (DB Marg Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ બાદ અંબાણીના પરિવારની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ તરફથી ફરિયાદ મળવાની પુષ્ટિ કરી છે. આ ફરિયાદમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને ત્રણથી વધુ ધમકીભર્યા ફોન આવ્યા હોવાનો ઉલ્લેખ છે.

એક જ કોલર આઠ વખત ફોન કર્યા:
પોલીસ આ કોલ્સની ચકાસણી કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફોન કરનાર એક જ છે અને તેણે સતત આઠ કોલ કર્યા છે. આ બાબતની જાણ મુંબઈ પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે મુંબઈ પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે.

ફેબ્રુઆરી 2021 માં એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી કાર મળી:
ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયાની બહારથી વિસ્ફોટકથી ભરેલી SUV મળી આવી હતી. SUVમાંથી 20 જિલેટીન સ્ટિક અને એક પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાજેનું નામ આવ્યું હતું. અત્યારે NIA આ કેસની તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણી માટે Z+ અને નીતા અંબાણી માટે Y+:
મુકેશ અંબાણીને હિઝબુલ મુજાહિદ્દીન તરફથી ધમકીઓ મળ્યા બાદ 2013માં તત્કાલીન મનમોહન સિંહ સરકારે Z+ સુરક્ષા પૂરી પાડી હતી. તેમની પત્ની નીતા અંબાણીને કેન્દ્ર સરકાર દ્વારા 2016માં Y+ સુરક્ષા આપવામાં આવી હતી. તેમના બાળકોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગ્રેડ સિક્યોરિટી પણ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “મુકેશ અંબાણીના પરિવારને મળી ધમકી- વારાફરતી 8 ફોન કરીને શખ્સે જે કહ્યું, તે જાણીને હચમચી જશો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *