ગુજરાતમાંથી UPSC ફાઈનલમાં પહોંચનારા 26 માંથી 8 યુવાનો સરદારધામ ના

ગુજરાતના 25 ઉમેદવારોએ આ વર્ષે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (sardardham UPSC aspirants)માં ફાઈનલ્સ સ્થાન મેળવ્યું છે, તેમાં આઠ ઉમેદવારો અમદાવાદના સરદારધામમાં ટ્રેનીંગ મેળવતા પાટીદાર સમાજ…

ગુજરાતના 25 ઉમેદવારોએ આ વર્ષે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (sardardham UPSC aspirants)માં ફાઈનલ્સ સ્થાન મેળવ્યું છે, તેમાં આઠ ઉમેદવારો અમદાવાદના સરદારધામમાં ટ્રેનીંગ મેળવતા પાટીદાર સમાજ યુવાનો છે.

અમદાવાદમાં નિર્માણ પામેલ સરદારધામ, એક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે, જેમાં પાટીદાર યુવાનોને UPSC, GPSC અને સંરક્ષણ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે તાલીમ આપવા સહિત ઘણી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. 2015 માં થયેલા પાટીદાર અનામત આદોલન બાદ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ આદોલનમાં યુવાનોને રાજ્ય અને કેન્દ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રવેશ કરી શકે તેના માટે અનામત માંગણી કરવામાં આવી હતી..

સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ જણાવે છે કે, “આ પ્રથમ વખત બન્યું છે કે સરદારધામના આઠ ઉમેદવારો કે જેમને UPSC પાસ કરી છે, જેમના સ્થાપક ટ્રસ્ટી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ છે, કુલ 54 ઉમેદવારોએ પ્રિલિમ ક્લીયર કર્યું અને 13 ઉમેદવારોએ મેઈન્સ ક્લિયર કર્યું. છેલ્લા બે વર્ષમાં, છ વિદ્યાર્થીઓએ સરદારધામમાંથી UPSCથી નોકરીએ લાગ્યા છે.

પ્રમુખ સેવક ગગજી સુતરીયા જણાવે છે કે, પાટીદાર યુવાઓ UPSC, GPSC જેવી અન્ય સંરક્ષણ સેવાઓ અને અન્ય વહીવટી સેવાઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે આ સંસ્થા કામ કરી રહી છે. તેમનો લક્ષ્ય છે કે ગુજરાતમાંથી 10,000 જેટલા યુવાનો પસંદગી થાય તે માટે તેઓ કામ કરી રહ્યા છે. 2021 થી અત્યાર સુધીમાં, કુલ 3,500 ઉમેદવારોએ વિવિધ જાહેર સેવાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમે ઉમેદવારો પાસેથી તાલીમ અને અભ્યાસ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

અમદાવાદમાં આવેલું સરદારધામમાં 1,000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી ઈ-લાઈબ્રેરી, 100 વિધાર્થીની ક્ષમતાવાળા ચાર હાઈટેક ક્લાસરૂમ અને ચર્ચા રૂમ, કે જેમાં UPSC અને GPSC જેવા વાતાવરણ સાથે ચાર ઈન્ટરવ્યુ રૂમ પણ આવેલા છે. ત્રિકમભાઈ ઝાલાવડિયાએ જણાવ્યું છે કે, સરદારધામમાંથી ટોપ 3 પાટીદાર યુવાનો મિતુલ (ઓલ ઈન્ડિયા રેન્ક 139), અનિકેત (AIR 183) અને હર્ષ (AIR 392) છે.

26 વર્ષીય મિતુલ માટે આ ત્રીજો પ્રયાસ હતો. મિતુલના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મિતુલ છેલ્લા બે વર્ષથી દિલ્હીના નિર્મલ વિહારમાં સરદારધામની સુવિધામાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો છે. મિતુલે IIT કાનપુરમાંથી ભૌતિકશાસ્ત્રમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. મિતુલ જણાવે છે કે, “મેં મારા પિતાને દરક વિધાર્થીની પાછળ મહેનત કરતા જોયા છે. તેમણે અલગ અલગ ગામોમાં જઇને વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો પાડ્યો છે.

તેમની પાસેથી, મેં શીખ્યું છે કે જો આપણે લોકોને મદદ કરીએ તો, આપણા મનને શાંતિ મળે છે,” તેમણે મીડિયાને    જણાવ્યું છે કે . “પરિવારતો સાથે આપ્યો તો પણ, સરદારધામ તરફથી આર્થિક સહાય – જેના વિશે મને મારા પિતરાઈ ભાઈ કે જેઓ GPSC ની તૈયારી કરી રહ્યા હતા, પાસેથી જાણવા મળ્યું હતું. પરીક્ષા પછી હું દિલ્હીમાં તેમની પ્રથમ બેચમાંથી પસંદગી પામ્યો, જ્યાં ભોજન, રહેવા, પુસ્તકાલયની સુવિધા માટેનો મારો માસિક ખર્ચ માત્ર રૂ. 3,000 હતો.

25 વર્ષીય અનિકેત પટેલ તેના બીજા પ્રયાસમાં સફળ થયો. તે પણ સાબરકાંઠાનો છે. તેમણે 2022 માં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી તેમની પાંચ વર્ષની સંકલિત કાયદાની ડિગ્રી પૂર્ણ કરી. ત્યારથી, તેઓ સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહ્યો હતો.

27 વર્ષીય હર્ષ પટેલે જણાવ્યું છે કે તે તેના ચોથા પ્રયાસમાં UPSCમાં પ્રવેશ મેળવી શક્યો. તે છેલ્લા પાંચ મહિનાથી દિલ્હીમાં એક સસ્ટેનેબિલિટી કન્સલ્ટન્સીમાં કામ કરી રહ્યો હતો, જે પહેલાં તે કહે છે કે, તે સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહ્યો હતો અને એક વર્ષ માટે દિલ્હીમાં સરદારધામની સુવિધા હેઠળ પ્રવેશ મેળવ્યો હતો.