દેશમાંથી અવારનવાર કેટલીક ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. 80 વર્ષીય વૃદ્ધ છેલ્લા 31 વર્ષથી પથ્થર ખાઈ રહ્યાં છે. તેઓ નિયમિત અંદાજે 250 ગ્રામ પથ્થર ખાઈ રહ્યાં છે. જ્યારે આ અંગે ડોક્ટરોને જાણ થઈ તો ડૉક્ટરો પણ દંગ રહી ગયા છે.
તેમની આ ટેવને લીધે એમની આજુબાજુના કેટલાંક લોકો પથ્થરવાળા બાબા તરીકે ઓળખે છે.
એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રમાં આવેલ સતારાના એક 80 વર્ષીય વૃદ્ધ નિયમિતપણે 250 ગ્રામ પથ્થર ખાય છે. એવું જણાવવામાં આવ્યું છે કે, તેઓ છેલ્લાં 31 વર્ષોથી પથ્થર ખાઈ રહ્યાં છે. આ વ્યક્તિનું નામ રામભાઉ બોડકે હોવાનું જાણવા મળ્યું છે. ગામના કેટલાંક લોકો રામભાઉ બોડકેને પથ્થરવાળા બાબા પણ ઓળખે છે.
એક વખત અચાનક જ પેટમાં દુ:ખાવો શરૂ થવા લાગ્યો હતો :
એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તેઓ વર્ષ 1989માં મુંબઈમાં કા કરવા માટે ગયા ત્યારે તેમને અચાનક પેટમાં દુ:ખાવો થવા લાગ્યો હતો. સતત 3 વર્ષ સુધી સારવાર કરી હોવાં છતાં પેટનું દર્દ દુર થયું ન હતું. ત્યારબાદ તેઓ સતારા આવીને ખેતી કામ કરવા લાગ્યા પણ તેમને પેટમાં દુ:ખાવાની તકલીફ શરૂ જ રહી હતી.
પથ્થર ખાવામાં મજા આવતી – રામભાઉ બોડકે
મળી રહેલ જાણકારી પ્રમાણે ગામમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ તેમને પથ્થર ખાવાનું જણાવ્યું હતું. તેમણે તે વૃદ્ધ મહિલાની વાત માનીને રામભાઉ બોડકે એ પથ્થર ખાવાના શરૂ કરી દીધાં તો તેમને દર્દમાં થોડો આરામ મળ્યો હતો. ત્યારબાદ તેઓ દરરોજ પથ્થર ખાવા લાગ્યા હતાં.
રામભાઉ છેલ્લા 31 વર્ષથી દરરોજ પથ્થર ખાઈ રહ્યાં છે. તેમનું જણાવવું છે કે, તેને પથ્થર ખાવામાં ખુબ મજા આવતી હતી. હવે તેમના ખીસ્સામાં હંમ્મેશા નાના-નાના પથ્થરના ટુકડાઓ હોય છે તથા મન થાય ત્યારે ખાઈ લે છે.
સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે તેમના પેટમાં ખૂબ જ પથ્થર છે :
આ કિસ્સો ત્યારે સામે આવ્યો કે, જ્યારે આ વૃદ્ધને પેટમાં દુ:ખાવો થવાથી હોસ્પિટલમાં એડમિટ કરાવવા પડ્યાં હતાં. સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે, તેમના પેટમાં ખૂબ જ પથ્થર છે. નિયમિતપણે 250 ગ્રામ પથ્થર ખાવાથી લોકોની સાથે જ ડૉક્ટરો પણ દંગ રહી ગયા છે. હાલમાં રામભાઉની સ્થિતિ સામાન્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle