મોદી સરકારે 80 હજાર કરોડના દેવામાં ડૂબેલી સરકારી કંપની વેચવા કાઢી- જાણો વિગતે

ખોટમાં ચાલી રહેલી સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાને વેચવાના પ્રયાસો ફરી શરૂ થયા છે. ભારત સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે ઓપન ટેન્ડરની જાહેરાત કરી દીધી છે. ભારત સરકાર એર ઈન્ડિયામાં 100 ટકા શેર વેચી નાખશે. સરકારી ટેન્ડર મુજબ ખરીદનારાઓએ 17 માર્ચ સુધી આવેદન કરવું પડશે. બોલી લગાવવાની પ્રક્રિયા પછી 31 માર્ચ સુધી શોર્ટ લિસ્ટ ખરીદનારાઓને સુચના આપવામાં આવશે. મુંબઈમાં આવેલી એરલાઇન્સની બિલ્ડિંગ આપવામાં આવશે નહિ.

એર ઈન્ડિયાની સાથે ભારત સરકાર એર ઈન્ડિયા એક્સપ્રેસના 100 ટકા અને એઆઈએસએટીએસના 50 ટકા શેર વેચશે. વર્ષ 2018માં પણ ભારત સરકારે એર ઈન્ડિયાને વેચવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે સમયે કોઈએ રસ દાખવ્યો ન હતો. ગયા પ્રયાસમાં ભારત સરકારે 76 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો. એવું માનવામાં આવે છે કે તે સમયે એક પણ ખરીદનાર ન મળવાથી સરકારે આ વખતે 100 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અને સરકારને પુરેપુરી ઉમ્મીદ છે કે કોઈને કોઈ ખરીદાર મળી રહેશે.

ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક મંત્રીના સમૂહે સાત જાન્યુઆરીએ એર ઈન્ડિયાના ખાનગીકરણ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એર ઈન્ડિયા પર 80 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. સરકારના આ નિર્ણય અંગે કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે.

એર ઈન્ડિયાને વેચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે સોમવારે પ્રારંભિક માહિતી આપતું મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આ પ્રસ્તાવ વિરૂદ્ધ ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ ટ્વીટ કરી નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે ડીલ સંપૂર્ણ રીતે દેશ વિરોધી છે અને આ માટે કોર્ટમાં જવું મજબૂર થવું પડશે.

પરિવારની કિંમતી વસ્તુને વેંચી ન શકાય. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામી પહેલાં પણ એર ઈન્ડિયાને વેચવાની સરકારની યોજના અંગે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. માનવામાં આવે છે કે કેન્દ્રના આ નિર્ણયને લઈને રાજકીય અને કાયદાકીય અડચણ ઊભી થઈ શકે છે.

મોદી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા બિડ ડોક્યુમેન્ટ મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસની 100 ટકા ભાગીદારી વેચવામાં આવશે. આ ઉપરાંત એર ઈન્ડિયા અને એસએટીએસની જોઈન્ટ વેન્ચર કંપની એઆઈએસએટીએસમાં એર ઈન્ડિયાનો 50 ટકા હિસ્સો વેચવામાં આવશે. એર ઈન્ડિયાનું મેનેજમેન્ટ કંટ્રોલ પણ બોલી જીતનારી કંપનીને મળી જશે. સરકારે એર ઈન્ડિયા માટે એક્સ્પ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ એટલે કે અભિરૂચિ દેખાડવા માટે 17 માર્ચની ડેડલાઈન જાહેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *