હૈદરાબાદ(Hyderabad)માં એક 84 વર્ષીય વૃદ્ધ બેંક કર્મચારીઓની બેદરકારીને કારણે લોકરમાં કેદ થઈ ગયો હતો. તે લગભગ 18 કલાક લોકરમાં રહ્યો. ત્યાર પછી જ્યારે પોલીસે તેના વિશે તપાસ શરૂ કરી તો વૃદ્ધ વ્યક્તિની ઓળખ મળી છે. પોલીસે લોકર ખોલતાની સાથે જ તે બેભાન મળી આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સાંજનાં સમયે વૃદ્ધ દાદા ગયા હતા બેંકમાં:
આ આખો મામલો હૈદરાબાદના જુબિલી હિલ્સ વિસ્તારનો છે. અહીંના રહેવાસી વી ક્રિષ્ના રેડ્ડી સોમવારે સાંજે લગભગ 4.20 વાગ્યે અંગત કામથી બેંકમાં ગયા હતા. બેંકમાં પહોંચતા જ તેણે તેનું લોકર ખોલ્યું. આ દરમિયાન રેડ્ડી ભૂલી ગયા કે બેંક બંધ કરવાનો સમય આવી ગયો છે. ઉપરથી બેંકના કર્મચારીઓને લોકર રૂમમાં કોઈ હોવાનું ધ્યાને પણ ન આવ્યું. કર્મચારીઓ બેંકને તાળું મારીને ચાલ્યા ગયા હતા.
બેભાન અવસ્થામાં મળ્યા જમીન પર પડેલા:
ક્રિષ્ના રેડ્ડી સાંજ સુધી ઘરે ન પહોંચતાં સગાસંબંધીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ અંગે કોઈને જાણ ન થતાં પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બેંકને ટ્રેસ કરી હતી. ત્યાર પછી, જ્યારે સવારે 10:30 વાગ્યે લોકર રૂમ ખોલવામાં આવ્યો, ત્યારે રેડ્ડી જમીન પર બેભાન અવસ્થામાં પડેલા જોવા મળી આવ્યા હતા.
ડાયાબિટીસના દર્દી હતા વૃદ્ધ:
સંબંધીઓએ જણાવ્યું છે કે ક્રિષ્ના રેડ્ડી ડાયાબિટીસ અને બીપીના દર્દી છે. તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે, વૃદ્ધ દાદા હજુ પણ આઘાતમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.