રાજકોટ(Rajkot): હાલ અંબે માંનો પવિત્ર તહેવાર નવરાત્રી(Navratri) ચાલી રહી છે. ત્યારે નવલા નોરતાના પ્રથમ નોરતે ગોંડલમાં નવ દુર્ગા અવતરી છે. જાણવા મળ્યું છે કે, નવરાત્રીના પ્રથમ દિવસે શહેરની સુવિખ્યાત શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ (Shri Ram Public Hospital)માં અલગ અલગ નવ માતાના કૂખે નવ દીકરીઓએ જન્મ લીધો છે. નવરાત્રીના આવા પવિત્ર પર્વ દરમિયાન જો કોઈના ઘરે દીકરી જન્મે તો સ્વભાવિક રીતે જ એ પરિવાર તેને ત્યાં સાક્ષાત માતાજી આવ્યા હોવાની લાગણી અનુભવતા હોય છે.
મળતી માહિતી અનુસાર, ગોંડલ શહેરની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં નવરાત્રીના પ્રથમ નોરતે 11 પ્રસૃતિ કરાવવામાં આવી હતી, જેમાં બે દીકરા અને નવ બાળકીઓનાં જન્મ થયા હતા. આ સાર્વજનિક હોસ્પિટલમાં એક જ દિવસમાં નવ દીકરીઓના જન્મ થતા ડોક્ટર સાથે સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને એ અલગ અલગ નવ દીકરીઓના પરિવારજનોએ નવદુર્ગાઓ અવતારી હોવાની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ આ અદભુત ક્ષણનો લાહવો લેવા હોસ્પિટલના ડૉક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ પણ સેલિબ્રેશનમાં જોડાયો હતો.
એક સાથે નવ દુર્ગાના જન્મ બાદ તમામ દીકરીઓના માતાપિતા સહિત પરિવારજનો એકત્ર થયા હતા અને દીકરીઓના જન્મના વધામણા પણ કર્યા હતા. તેમજ આ દીકરીઓના માતા-પિતાઓએ પ્રસૃતિ કરનાર ડોક્ટર તેમજ સમગ્ર સ્ટાફને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આ વાત દરેક ગામો શહેરોમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી. આ સિવાય આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોવાની વાત શહેરીજનોએ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.