માતાજીએ મુસ્લિમ મહિલાને આપ્યા સપનામાં દર્શન, પછી તો મહિલાના જીવનમાં એવો ચમત્કાર થયો કે સાંભળી થઇ જશો ભાવુક

હાલ માં અંબેનો પવિત્ર પર્વ નવરાત્રી(Navratri) ચાલી રહી છે. તેમજ હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર નવરાત્રી ગણવામાં આવે છે. પરંતુ હાલ રાજકોટ (Rajkot)માંથી એક કોમી…

હાલ માં અંબેનો પવિત્ર પર્વ નવરાત્રી(Navratri) ચાલી રહી છે. તેમજ હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર નવરાત્રી ગણવામાં આવે છે. પરંતુ હાલ રાજકોટ (Rajkot)માંથી એક કોમી એકતાનો સંદેશ આપતો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, રાજકોટમાં ધરમનગર આવાસ યોજનામાં મુમતાઝબેન મલેક છેલ્લા 3 વર્ષથી નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરે છે. મુમતાઝબેન મુસ્લિમ(Muslim) હોવા છતાં ગરબી મંડળ ચલાવે છે.

મળતી માહિતી અનુસાર, મુમતાઝબેન ગાંધીગ્રામમાં ધરમનગર આવાસમાં રહે છે. તેમજ તેઓ ત્યાં જ ગરબા પણ રમાડે છે. આ અંગે મુમતાઝબેને આ અંગે જણાવ્યું હતું કે, કોરોનામાં આવાસમાં રહેતી મહિલાઓ મને કહેવા લાગી કે, મુમતાઝબેન નાની છોકરીઓ બહું જ રડે છે, તમે ગરબી કરાવો. આથી મેં કહ્યું વાંધો નહીં, માતાજીની જેવી ઈચ્છા. બે દિવસ તો મેં ટાળી દીધું પણ ત્રીજા દિવસે મને માતાજી સપનામાં આવ્યા અને કહ્યું મને કે હું આવું, તો મેં કહ્યું આવો વેલકમ. માતાજીએ પોતે આવીને મને કહ્યું હોવાની વાત અન્ય લોકોને કરી.

વધુમાં મુમતાઝબેને કહ્યું હતું કે, બાદમાં કોરોના જેવું છે તો ભલે માંડવો ન હોય પણ અમે તે દિવસથી નોરતા ચાલુ કર્યા હતા. ત્યારબાદ જેમ જેમ હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોને ખબર પડી તેમ તેમ મને બધા સાથ સહકાર આપવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે, મુમતાઝબેન તમે જે કામ કરો છો તે બહુ જ સરસ કરો છો. અમે તમને સાથ આપીશું. આથી મેં કહ્યું કે હું સારું જ કરૂ છું અને માતાજીની દયાથી કોરોના જતો રહે.

હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે એકતા રહે તેવી રીતે આપણે કામ કરવાનું છે. બધાએ મને સાથ સહકાર બહુ જ આપ્યો છે. નવરાત્રિમાં રોજ હું સાંજ પડે એટલે નમાઝ પઢવાનું બાદમાં કુરાન પઢવાનું અને સાડા આઠ વાગે એટલે હું માતાજીની આરતી કરું છું. ત્યારબાદ નવ વાગ્યે દીકરીઓની ગરબી ચાલુ કરી દઉં છું.

પહેલા 20 દીકરીઓ હતી પછી 25 થઈ. અત્યારે 50 દીકરીઓ મારી ગરબી મંડળમાં ગરબા રમે છે. સોનાના દાણાથી લઈને ચાંદીની વસ્તુઓ લોકો લહાણીમાં આપે છે. બસ જય માતાજી અને સલામ વાલીકુમ. આવું મુમતાઝબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *