ઘરમાં નાનું બાળક હોય તો આ લેખ ખાસ વાંચી લેજો! નવ માસના માસુમે આખા પરિવારનો શ્વાસ અદ્ધર કરી દીધો

હાલમાં એમવાય હોસ્પિટલના ડોક્ટરોએ એક જટિલ ઓપરેશન કરીને 9 મહિનાના બાળકનું જીવન બચાવી લીધું હતું. દોઢ કલાકના ઓપરેશન બાદ બાળકની શ્વાસનળીમાંથી એલઇડી બલ્બનો એક નાનો પોઇન્ટ બહાર કાઢવામાં આવ્યો હતો. તે ફસાઈ જવાના કારણે બાળકનું એક બાજુનું ફેંફ્સુ કામ કરતુ બંધ થઈ ગયુ હતુ. ચાર દિવસ સુધી બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રોગ સમજમાં ન આવતા પરિવારજનોએ તેને એમવાય હોસ્પિટલ લાવ્યા હતા. નાક, કાન, ગળા વિભાગનાં હેડ ડૉક્ટર આર.કે. મુદ્ડા અને ડૉ. યામિની ગુપ્તાનાં માર્ગદર્શનમાં ડૉક્ટર જગરામ વર્માની ટીમ દ્વારા આ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.

મળતી માહિતી મુજબ, 9 મહિનાના કાર્તિકને અચાનક વધુ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના માટે તેના પિતા જીતેન્દ્ર પાટીલ અને પરિવારનાં લોકો તેને નજીકના ખાનગી ક્લિનિકમાં લઈ ગયા હતા. સારવારના 4 દિવસ બાદ દર્દીને કોઈ રાહત ન હતી.

પરિસ્થિતિ વધુ બગડતી જોઈને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલના નાક, કાન, ગળા વિભાગમાં લાવ્યા. જ્યાં તેને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો અને દર્દીને ઓક્સિજન લગાવી સિટી સ્કેન કરવામાં આવ્યુ હતુ. જેમાં દેખાયુ કે, બાળકનાં ડાબી બાજુનાં ફેંફ્સાની ઉપર શ્વાસનળીમાં કંઈક સેફ્ટીપીન જેવું ફસાયેલું છે. અને તેનું ડાબુ ફેંફ્સુ બંધ થઈ ગયુ છે. ગંભીર હાલત જોતા બાળકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો.

ડૉ.આર.કે. મુદ્ડા વિભાગના હેડ ડૉ.યામિની ગુપ્તા પ્રોફેસર નાક,કાન,ગળા વિભાગનાં માર્ગદર્શનમાં ડોક્ટર જગરામ વર્મા એસોસિએટ પ્રોફેસર અને નિસા ચેતના વિશેષજ્ઞ ડૉક્ટર રશ્મિપાલ એસોસિએટ્સ પ્રોફેસર અને ડો. દિપાલી પ્રોફેસર તેમજ બંને વિભાગ દ્વારા દૂરબીન પદ્ધતિથી આ જટિલ ઓપરેશન કરીને એલઈડી બલ્બ તેના તાર સહિત સફળતાપૂર્વક કાઢવામાં સફળતા મળી હતી.

ડો.જગારામ વર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત એમ.વાય.માં આવા નાના બાળક માટે આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે. કારણ કે, સામાન્ય રીતે 1 અને 2 વર્ષનાં બાળકો સીતાફળનાં બી, સિક્કો, ઓલ પિન, આ તો કાઢી લે છે. પરંતુ 9 મહિનાના બાળકનાં શરીરની અંદરથી એલઈડી બલ્બ કાઢવો તે આ પ્રકારનો ડો.જગરામનો પહેલો અનુભવ હતો.

9 મહિનાનાં કાર્તિકને હોસ્પિટલ લઈને આવ્યા તે દરમિયાન સીટી સ્કેનમાં એક જ સમયે સ્પષ્ટ થયું ન હતું. કારણ કે, એલઇડી બલ્બ કાચથી કવર હતો અને સિટી સ્કેનમાં ફક્ત વાયર જ દેખાતા હતા. ત્યારબાદ બે કે ત્રણવાર સીટી સ્કેન કરવા પર બધું સાફ થઈ ગયુ હતું. શરૂઆતમાં ડોક્ટરને લાગ્યું કે તે ઓલ પિન છે. પરંતુ, ઓલ પિનની બંને બાજુનો ભાગ આના જેવો હોઈ શકતો નથી. ઓપરેશન બાદ ડોકટરો પણ આશ્ચર્યચકિત થયા. આ એલઇડી બલ્બ આશરે દોઢ કલાકમાં 9 મહિનાના બાળકના શરીરમાંથી દૂર કરવામાં આવ્યો છે અને આ દરમિયાન બાળકને કોઈ હાની પહોચી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *