નવ મહિના ગર્ભવતી અમેરિકન મહિલા માકેના મિલર ૫ મિનિટ ૨૫ સેકન્ડમાં ૧.૬ કિમી દોડી. માકેના મિલરે કહ્યું કે, મને પ્રોત્સાહિત કરવા મારા પતિએ કહ્યું હતું કે, જો હું ૯ મહિનાનાં ગર્ભ સાથે ૮ મિનિટમાં અઢી કિમી દોડવાનો રેકોર્ડ તોડીશ તો તેઓ મને 100 ડોલર આપશે.
મિલરનો વીડિયો તેના પતિએ બનાવ્યો. તે યુટ્યુબ પર એટલો બધો વાઈરલ થયો છે કે, અત્યાર સુધીમાં 34 લાખ લોકોએ જોયો. મિલરે કહ્યું કે, મને તો એ પણ નહોતી ખબર કે માઈકે મારો વીડિયો શૂટ કર્યો છે. અડધો દિવસ પસાર થઇ ગયા પછી મને આ વિશે ખબર પડી.
મિલરનો વીડિયો જોઈને ઘણા લોકોએ પૂછ્યું કે, આનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને કઈ નુકસાન તો નથી થયું ને? અમને બાળકની ચિંતા થઇ રહી છે. તેના જવાબમાં માઈકે કહ્યું કે, મિલર મેડિકલ પ્રોફેશનલના સંપર્કમાં છે. આથી કોઈને ચિંતા કરવાની જરૂર નથી.
મિલર પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયાથી કેલિફોર્નિયા શિફ્ટ થઇ હતી. તેણે કહ્યું કે, રનિંગ પહેલાં ડૉક્ટરે સોનોગ્રાફી કરી અને જણાવ્યું કે બાળક સ્વસ્થ છે. ડૉક્ટરે પણ મારી રનિંગની વાત પર પૂરો સપોર્ટ કર્યો. માઈકે મિલરનો સાથ આપ્યો અને આ ટાસ્ક પૂરો કર્યો.
મિલર ઈચ્છે છે કે, “સમાજને ખબર પડવી જોઈએ ગર્ભવતી મહિલાઓ કોઈ પણ મદદ વગર જે કરવું હોય તે કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ વિશેના વિચાર બદલવાની જરૂર છે”. હું ડિલિવરી પછી પણ મારી એક્ટિવનેસ આ જ રીતે રાખીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle