જાણો કોણે કહ્યું કે કોરોનાની રસી હજુ એક વર્ષ સુધી શોધી નહિ શકાય અને વિશ્વના 60 ટકા લોકોને થશે…

કોરોના વાયરસથી દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થયા અને લાખોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક શુક્ષ્મ વાયરસના કારણે વિશ્વના બધા જ દેશોની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે.…

કોરોના વાયરસથી દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થયા અને લાખોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક શુક્ષ્મ વાયરસના કારણે વિશ્વના બધા જ દેશોની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. ત્યારે મહામારી રોગના ટોપ એક્સપર્ટે આકલન કર્યુ છે કે કોરોના વાઈરસ ત્યાં સુધી પોતાનો કહેર ચાલુ રાખશે જ્યાં સુધી આ ધરતી પર હાજર બે તૃતીયાંશ લોકોને સંક્રમિત ના થઇ જાય.

અમેરિકાના મિન્નેસોટા યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર ઈન્ફેક્શસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડાયરેક્ટર માઈકલ ઓસ્ટરહોલ્મએ એક મીડિયા સાથેની વાતચીતમાં આ વિશે જણાવ્યુ છે. મહામારી એક્સપર્ટે કહ્યુ કે, આપણે સૌએ એ આ વાત સ્વીકારવી પડશે કે કોઈ મેજિક બુલેટ કે વેક્સિન નથી જે કોરોનાને ભગાડી શકે. આપણે આની સાથે જીવવુ પડશે પરંતુ આપણે આ વિશે ચર્ચા કરી રહ્યું નથી.

માઈકલ ઓસ્ટરહોલ્મે કહ્યુ કે વેક્સિન સંભવત એક વર્ષ દૂર છે. વેક્સિન વિના વાઈરસ ત્યાં સુધી ફેલાતો રહેશે કે જ્યાં સુધી હર્ડ ઈમ્યુનિટી ના થાય. તેમનુ આકલન છે કે હર્ડ ઈમ્યુનિટી માટે સમગ્ર આબાદીના 60થી 70 ટકા લોકોના સંક્રમિત હોવાની જરૂર છે. હર્ડ ઈમ્યુનિટી એટલે એવી સ્થિતિ કે જ્યારે કોઈ કોમ્યુનિટીમાં એટલા લોકો સંક્રમિત થઈ જાય છે કે વાઈરસ સંક્રમણની ચેન તૂટી જાય છે.

વાયરસ મહત્તમ લોકોને સંક્રમિત કરશે. તે પહેલા સંક્રમણનો દર ધીમો પડશે નહિ. જોકે, અત્યાર સુધી સાઈન્ટિફિક રીતે એ વાતની જાણ થઈ નથી કે એકવાર સંક્રમિત થયા બાદ કેટલા સમય સુધી લોકો બીજીવાર કોરોનાથી બીમાર નહીં થાય. જોકે, સાર્સ અને મર્સના વાઈરસથી સંક્રમિત થયા બાદ લોકો કેટલાય વર્ષે માટે ઈમ્યુન થઈ જાય છે.

મહામારી એક્સપર્ટ માઈકલ ઓસ્ટર હોલ્મનુ કહેવુ છે કે જો ગરમી દરમિયાન કોરોનાના કેસ ઘટવા લાગ્યા તો એનો એ અર્થ થશે કે આ સિઝનલ બીમારીની જેમ પાછો આવશે. મહામારી એક્સપર્ટે કહ્યુ કે અત્યાર સુધી કોરોનાએ ઘણુ દુ:ખ, મોત અને આર્થિક નુકસાન આપ્યુ છે પરંતુ હાલ 5થી 20 ટકા આબાદી જ સંક્રમિત થઈ છે. 60થી 70 ટકા લોકોના સંક્રમિત થવામાં હજુ લાંબો સમય બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *