સુરત: મહિધરપુરા વિસ્તારમાં 9 વેપારીઓ જુગાર રમતા ઝડપાયા

હાલ સુરત શહેરમાં ગુનાખોરીનો અંત લાવવા માટે પોલીસ સતર્ક બની છે. તેવામાં મહિધરપુરા વિસ્તારમાંથી વેપારીઓ જુગાર રમતા ઝડપાઇ ચૂકયા છે. મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે સુમુલ ડેરી રોડ પર આવેલા સરદાર નગરના બંગલા નંબર 20 મા જુગાર રમાઈ રહ્યો છે. બાતમી મળતા મહિધરપુરા પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી. રેડમાં લાખોના મુદ્દામાલ સાથે નવ વેપારીઓને ઝડપી લીધા હતા.

આ તમામ વેપારીઓ સુરતના રહેવાસી છે. અને પકડાયેલા આરોપીઓ ટેક્સટાઇલ વેપારી અને હીરા ઉદ્યોગ તેમજ આંગડિયા પેઢીના માલિક હોવાનું સામે આવ્યું છે.પોલીસે આ જુગારીઓ પાસેથી મોબાઈલ સહીત ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ઉપરાંત પોલીસે વેપારીઓની મોટી ગાડીઓ પણ કબજે કરી છે.

પકડાયેલા આરોપીઓના નામ આ પ્રમાણે છે:
1. મિહિરભાઈ કિશોરભાઈ પટેલ,2. વિપુલભાઈ કિશોરભાઈ પટેલ, 3. મનહરભાઈ જયરામભાઈ પટેલ, 4. જયદીપભાઇ કમલેશભાઈ બ્રહ્મભટ્ટ, 5. દિનેશભાઈ ગોરધનભાઈ પટેલ, 6. અશ્વિનભાઈ સુરેશભાઈ પટેલ, 7. રાકેશભાઈ ધીરુભાઈ ભાદાણી, 8. જીગ્નેશભાઈ હરેન્દ્રભાઈ પટેલ, 9. મુકેશભાઈ હિંમતભાઈ માલાણી.

આ તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *