આગ દુર્ઘટના સમયે જહાંનવીનો છેલ્લો કરુણ વાર્તાલાપ :”પપ્પા…

અગ્નિકાંડમાં ફસાયેલા બાળકોએ તેમના પિતા-ભાઈ-સંબંધીઓને ફોન કરીને ઘટનાની જાણ કરીને મદદ માંગી હતી. તેમાં એક જહાંનવી મહેશ વેકરિયા હતી.તેને પિતા મહેશભાઈ સાથે છેલ્લે રળતા-રળતા જે…

અગ્નિકાંડમાં ફસાયેલા બાળકોએ તેમના પિતા-ભાઈ-સંબંધીઓને ફોન કરીને ઘટનાની જાણ કરીને મદદ માંગી હતી. તેમાં એક જહાંનવી મહેશ વેકરિયા હતી.તેને પિતા મહેશભાઈ સાથે છેલ્લે રળતા-રળતા જે વાત કરી તેનો ઓડિયો વાઇરલ થયો છે.

વાંચો અક્ષરશ:

જહાંનવી : પપ્પા…પપ્પા જલદી આવો, અહીં આગ લાગી છે અહીં જલદી આવો

મહેશભાઈ : કેમ કાંઈ થયું તને?

જહાંનવી: નહીં જલદી આવો, રૂમ બંધ છે.

(મહેશભાઈ પછી પરિવારના અન્ય સદસ્યોને કહે છે કે જાનના ક્લાસમાં આગ લાગી છે.)

મહેશભાઈ : (જાનવીને કહે છે) બહાર નીકળ.

જહાંનવી: રૂમમાં આગ લાગી છે બહાર નથી નીકળાતું, બધુ બંધ છે.

મહેશભાઈ: બધું બંધ છે. કેટલા જણા છે.

જહાંનવી: 50

મહેશભાઈ: બંબા આવ્યા કે નહીં?

જહાંનવી:નહીં

મહેશભાઈ: હું આવી ગયો,બહાર નીકળી ગઈ કે નહીં ?

જહાંનવી: નહીં-નહીં-નહીં

મહેશભાઈ: ક્યાં છે તું.

જહાંનવી: ઉપર

મહેશભાઈ: હું અહીં નીચે ઉભો છું. નીચે ઉતર, નીચે ઉતર હેલો, હેલો, હેલો જાનુ, બઘા નીકળે છે,નીકળ,જાનું-જાનું બહાર નીકળ, બહાર નીકળ,હેલો બહાર નીકળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *