9 year child died in surat: સુરત જિલ્લાના દામકા ગામના તળાવમાં 9 વર્ષેના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. બાળક ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો. ત્યારપછી તે તળાવમાં(9 year child died in surat) નાહવા પડતા તે મોતને ભેટી ચુક્યો હતો. મોટા દીકરાના મોતથી પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે.
સુરત જિલ્લામાં આવેલા દામકા ગામમાં મૂળ બિહારના રણજીતસિંહ પરિવાર સાથે રહે છે. છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા અને પોતે મજૂરી કામ કરી પોતાના પરિવાર ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમના પરિવારમાં બે બાળકો છે. મોટા બાળકનું નામ ગોલુ કુમાર છે નવ વર્ષનો છે તે નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે.
ગઈકાલે ગોલુ ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો. ઘણો સમય થયો છતાં તે ઘરે આવ્યો ન હતો.તેથી પરિવારના લોકોને ચિંતા થવા લાગી હતી. તેથી પરિવારના લોકોએ તેને આજુબાજુમાં ગોત્વનો પ્રયાસ કર્યો હતો.તે દરમિયાન ગોલુ તળાવમાં ડૂબી ગયો હોવાથી પરિવારને જાણ થઈ હતી. ત્યાર પછી ને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ગોલુના મૃતદેહ ને જોય પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતક ગોલુ પરિવારનો મોટો દીકરો હતો જેનું ડૂબી જવાથી મોતને પેઢતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કોલોનો હૃદયને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.