સુરતમાં મરણચીસોથી ગુંજી ઉઠ્યો નવો રીંગરોડ -બે લક્ઝુરિયસ કાર ધડાકારભેર અથડાતા પતરાં ચીરી બહાર કાઢ્યા બે મૃતદેહો

Two killed in luxury car accident in Surat: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર ખતરનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં(Two killed in luxury car accident in Surat) દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.

સુરતમાં નવો રિંગ રોડ બની રહ્યો છે, જેમાં સરથાણા ખડસદ રોડ પર, ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર એકબીજા સાથે અથડાઈ હતી. અર્ટિગા કાર અને હેરિયર કાર બને એક બીજા સાથે અથડાતાં બન્નેમાં સવાર લોકોને ભારે માત્રામાં ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. એમાંથી બે વ્યક્તિનાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થયાં
અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેમણે 108 એમ્બ્યુલન્સ મારફત લોકોને હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. તે પછી ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને પતરાં કાપીને લોકોને બહાર કાઢ્યા હતા.

કાગળની જેમ પડીકું વળી ગઈ બંને લક્ઝુરિયસ કાર
લક્ઝુરિયસ ગણાતી બન્ને કારમાં લોકો સવાર હતા, પરંતુ બન્નેની સ્પીડ વધુ હોવાથી ધડાકાભેર અથડાયા બાદ એમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. કારનો ભૂકો બોલી ગયો હતો. બન્ને કારનાં પતરાં કાપવાની ફરજ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *