હાલ રાજકોટમાં વધુ એક હનિટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં ટંકારાના નેકગામના ખેડૂતને હેલ્લો હું જાનકી બોલું છું, રાજકોટમાં રહું છું, તમને સારી રીતે ઓળખું છું, મારે તમને મળવું છે, તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે’ તેવો એક યુવતીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ ખેડૂત સાથે આ યુવતીએ નવ દિવસ સુધી મીઠી મીઠી વાતો કરી હતી.
બાદમાં ખેડૂતને રાજકોટ બોલાવી હડાળાના પાટીયા પાસે એક રૂમમાં વાત કરવા લઇ જઇ બાદમાં સાગરીતોને બોલાવ્યા હતા. યુવતીએ દુષ્કર્મના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ખેડૂત પાસેથી અઢી લાખ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં ખેડૂતે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવાતા પોલીસ દ્વારા બે યુવતી, બે મહિલા, એક યુવાન અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આ બનાવમાં ટંકારાના નેકનામ ગામે રહેતાં અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ મગનભાઇ દેત્રોજાની ફરિયાદ પરથી રાજકોટ ચુનારાવાડની જાનકી કનકભાઇ કુંભાર, મિંતાણાના ઉર્વેશ ગજેરા, દારૂ અને નાર્કોટીક્સના ગુનામાં અગાઉ સંડોવાય ચૂકેલી જીલુબેન, માંડા ડુંગરની ગોળાઇ પાસે આવેલા મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા ગીતાબેન તથા તેના સગીર પુત્ર સામે IPC 387, 120 (બી), 419, 342, 323, 504, 114 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
પૂર્વ આયોજીત કાવત્રુ ઘડી પૈસા પડાવવાના ઇરાદે નિતીનભાઇ સાથે જાનકીએ ફોન પર દસેક દિવસ સુધી હું તમને ઓળખુ છું, તમને મળવું છે એવી વાતો કરી છેલ્લે ગઇકાલે રાજકોટ મળવા બોલાવી રૂમમાં બેસાડી વાતો કરી હતી. આ દરમિયાન બીજા શખ્સોએ પ્લાન મુજબ આવી જઇ પોલીસની ઓળખ આપી આ ખોટુ કહેવાય, ગુનો બને તેમ કહી ધમકાવી બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી દઇ અઢી લાખ કઢાવવા ગોંધી રાખવામાં આવ્યા હતા.
બાદમાં લાફા મારી બળજબરીથી આધારકાર્ડ પડાવી લીધું હતું. બાદમાં નીતિનભાઇએ બે-ત્રણ કલાક બહાર જવા દ્યો તો પૈસાનો મેળ કરી આવું તેમ ટોળકીને કહ્યું હતું. આથી તેઓને જવા દીધા હતા. પરંતુ ખેડૂત આજીડેમ પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આ ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ઉર્વેશે અગાઉ ખેડૂત પાસેથી ઇકો ગાડી ભાડે લીધી હોય તેના ફોન નંબર હતો. પૈસાની ખેંચ દૂર કરવા ઉર્વેશ દ્વારા પરિચીત બે યુવતીઓ જાનકી અને ગીતા સાથે મળી ખેડૂતને ફસાવવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. ખેડૂત ગઇકાલે રતનપર રામ મંદિરે આવ્યા હતા. ત્યાંથી જાનકી હડાળાના પાટીયે રૂમમાં લઇ ગઇ હતી. બે મિનીટ બેઠા ત્યાં ગીતા અને ઉર્વેશ પોલીસ બનીને આવ્યા હતા.
બંનેએ ખેડૂતને બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપી માંડા ડુંગર પાસેની જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં જઇ અઢી લાખ માંગ્યા હતા. ખેડૂતે બે-ત્રણ કલાક બહાર જવા દેવાય તો પૈસાનો મેળ થશે તેમ કહેતાં આધાર કાર્ડ લઇને તેમને દીધા હતા. પરંતુ ખેડૂત સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.