ડોકટરે મૃત જાહેર કર્યા અને અડધી રાત્રે દીકરી બોલી- પપ્પા ધ્રુજે છે! -સમગ્ર ઘટના જાણી આંખે અંધારા આવી જશે

હાલમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી જોવા મળી છે. અહીં ડોકટરોએ એક જીવંત વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના સુલતાનપૂરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ સાંભળીને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો રડતી હાલતમાં શવ લઈને ઘરે આવ્યા હતા. અચાનક મૃતદેહ પર ઓઢાડવામાં આવેલ ચાદરમાં કોઈ હલ-ચલ થઈ તો પરિવારજનો ચોકી ગયા હતા.

તાત્કાલિક પડોશી ડોક્ટરને બોલાવવામાં આવ્યા. જ્યારે તેમણે ચેક કર્યું ત્યારે પલ્સ અને ઓક્સિજનનું સ્તર બંને બરાબર હતું. ત્યારબાદ તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને તે વ્યક્તિને સારવાર માટે લખનૌ લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કોટવાલી નગર વિસ્તારના દરિયાપુર વિસ્તારના અબ્દુલ માબુદને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

અબ્દુલના ભાઈની પત્ની શાહેદા બાનો કહે છે કે, જેઠને ઓક્સિજનની જરૂર હતી. ગુરુવારે બપોરે બે વાગ્યે તેઓ તેમને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ઘણી વાર કહેવા પછી 3-4 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જ્યારે ઓક્સિજનની માંગણી કરવામાં આવી ત્યારે, ડોકટરે ઓક્સિજન સિલિન્ડર ખાલી નથી એમ કહીને ના પાડી.

શાહેદાએ વધુમાં જણાવ્યું હતું કે, દર્દીને રાહત ન મળતા તેને સરકારી હોસ્પિટલમાંથી બહાર કાઢી ખાનગીમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેનું ઓક્સિજનનું સ્તર પણ ડાઉન થઈ ગયું હતું. ખાનગી હોસ્પિટલમાં પણ ડોકટરે દર્દીને દાખલ કરવાની ના પાડી હતી. ઓક્સિજન હાજર હોય ત્યાં લઈ જવાનું કહ્યું હતું. જેથી મજબુરીમાં ફરીવાર સરકારી દવાખાને લઈ જવાની ફરજ પડી હતી. છાતી પર પમ્પ કરવાથી કોઈ હરકત ન થતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

મૃત જાહેર કર્યા બાદ પરિવારજનો સાંજે ડેડબોડી લઈને ઘરે આવ્યા હતા. સગાસંબંધીઓને મોતની જાણકારી મળી હતી. શુક્રવારે સવારે અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તેથી, ચિલર લાવીને તેમાં શવ મૂકવામાં આવ્યો. રાત્રે 11:30–11:45ની આસપાસ આ વ્યક્તિની પુત્રી સના અખ્તર ચિલર પાસે બેઠી હતી. તેણે કહ્યું કે, ચાદરમાં કઈક હલચલ થઈ રહી છે. તેણે આ વાત તેની માતાને જણાવી, ત્યારબાદ તેને જે ચાદર ઓઢાડવામાં આવી હતી તે દુર કરવામાં આવી. ત્યારબાદ ચેક કરતા જાણવા મળ્યું કે, તેમનો શ્વાસ ચાલી રહ્યો છે.

આ દરમિયાન પંચ કર્યું તો હૃદયના ધબકારા ચાલુ હતા. ત્યારબાદ તાત્કાલિક ડોકટરને બોલાવવમ આવ્યા હતા. તેઓએ તપાસ કરી તો ધબકારા ચાલી રહ્યા હતા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને લખનૌ મોકલવામાં આવ્યા હતા. પરંતુ શુક્રવારે સવારે 3 વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *