ગુજરાતમાં આ જગ્યાએ અડધી રાત્રે એક નર્સ સાથે જે થયું એ જાણી તંત્રની આંખો શરમથી નીચી થઇ જશે

ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત જણાતી નથી! દરરોજ અનેક એવા કેસ સામે આવે છે કે, સાંભળીને તમને પણ નવાઈ લાગશે. આ દરમિયાન પાવીજેતપુર તાલુકાના કરાલી વિસ્તારની…

ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત જણાતી નથી! દરરોજ અનેક એવા કેસ સામે આવે છે કે, સાંભળીને તમને પણ નવાઈ લાગશે. આ દરમિયાન પાવીજેતપુર તાલુકાના કરાલી વિસ્તારની એક નર્સ બોડેલી મુકામેથી સાંજના સમયે એક ખાનગી દવાખાનામાંથી નોકરી કરી ઘરે પરત જઈ રહી હતી. ત્યારે એક ઈકો ગાડીના ચાલકે એકલતાનો લાભ લઇ બાથ ભરી હતી અને છેડતી કરતા નર્સે કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.

આ વિશે મળતી માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કરાલી વિસ્તારની 23 વર્ષની એક મહિલા બોડેલી મુકામે એક ખાનગી દવાખાનામાં નર્સ તરીકેની સેવા બજાવતી હોવાથી તે દવાખાનાથી 27 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાની નોકરીથી છુટી સવા છ વાગ્યાના અરસામાં ઢોકલીયા ત્રણ રસ્તા ઉપર પોતાના ઘરે જવા માટે વાહનની રાહ જોઇ રહી હતી. આ દરમિયાન એકાદ કલાક પછી એક ઈકો ગાડી નંબર જી.જે.05 જે. એલ. 3217નો ચાલક પોતાની ગાડી લઈને આવીને કહે છે કે હું કલારાણી તરફ જઉ છું આવવું હોય તો ચાલો તેમ કહેતા નર્સ તેમજ કલારાણીના અન્ય બે પેસેન્જર ઈકો ગાડીમાં બેઠા હતા. કલારાણી ગાડી પહોંચતા તેમાંથી કલારાણીના પેસેન્જરો ઉતરી ગયા હતા.

ગાડી ચાલકે જણાવ્યું હતું કે, મારે હજુ આગળ જવાનું છે તેથી નર્સે કહ્યુ કે મારા ગામ નજીક ઉતારી દેજો. કલારાણીથી ગાડી નીકળી ત્યારે નર્સે કહ્યું કે મારા ગામે ઉતારી દેજો જે પણ થતું હોય એટલું ભાડું લઈ લો કહી 20 રૂપિયા ગાડી ચાલકને આપ્યા હતા. પરંતુ તેને ભાડું લીધુ નહીં. નર્સનું ગામ નજીક આવતા ગાડી ઉભી રાખવા જણાવવા છતાં ગાડી ઉભી રાખી નહીં. રસ્તામાં જ્યાં ઝાડિયો હતી તેની પાસે ગાડી ઉભી રાખી નર્સને બાથમાં પકડી લેતા, નર્સે બૂમાબૂમ કરી હતી.

ગાડી ચાલકે નર્સના જમણા ગાલ ઉપર એક જાપટ મારી દીધી હતી. નર્સે બંને હાથ વડે જોરથી ધક્કો મારી ગાડી ચાલકના હાથમાંથી છટકી જઈ ગાડીનો દરવાજો ખોલી ત્યાંથી બૂમાબૂમ કરતી ભાગી હતી. આ દરમિયાન ગાડી ચાલકે પોતાની ગાડી રિવર્સ કરી નર્સ તરફ લઈ ગયો અને કહ્યું કે, જો તું કોઈને કહીશ તો તને મારીશ તેમ જ ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો. આ સમયે નર્સે બુમાબુમ કરતા આજુબાજુના ગામના કેટલાક માણસો દોડી આવ્યા હતા.

ઈકો ગાડીના ચાલકે માણસો આવતા જોઈ પોતાની ગાડી સ્થળ ઉપર મૂકી જંગલ તરફ ભાગી ગયો હતો. રાત્રીના સાડા આઠની આસપાસ બનેલી આ ઘટના અંગે નર્સે કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરાલી પીએસઆઇ આર. જે. ચોટલિયા દ્વારા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *