30 એપ્રિલના રોજ મોડીરાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ માં આગ લાગતા બાર કોરોના ગ્રસ્ત દર્દીઓ તેમજ બે સ્ટાફ કર્મી સહિત 16 લોકો આગમાં ભૂંજાયા હોવાના સમાચારોથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.
ભરૂચ (Bharuch) જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલને (welfare hospital bharuch) ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 15 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. તાજી માહિતી અનુસાર આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ મળ્યા છે.
ભરૂચ ની વેલફેર હોસ્પિટલ માં આઇસીયુ વોર્ડ માંથી રેસ્ક્યું કરાયેલા ૫૦ જેટલા દર્દીઓ નો બચાવ કરવો એ લગભગ અશક્ય જણાતું હતું. વિરોધપક્ષના નહિ પરંતું લોકોના નેતા એવાં પરેશભાઈ ધાનાણી ને મોડી રાત્રે જેવા સમાચાર મળ્યા કે, તેમણે સી.એમ.ઓ. ઓફિસ માં સૂચના આપી અને ત્વરિત એક્શન લેવાં માટે જણાવ્યું. બચેલા દર્દીઓ ને અન્યત્ર હોસ્પીટલ મા શિફ્ટ કરવા માટે ઓકિસજન ની બોટલ અને ફ્લો મીટર ની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી હતી. આ સમયે પરેશભાઈ એ સુરત ના કોંગ્રેસ આગેવાન અશોકભાઈ અધેવાડા ને ફોન કરીને 5૦ ફ્લોમીટર ની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું.
સુરત ના કોંગ્રેસ આગેવાન અશોકભાઈ અધેવાડાએ માત્ર એકાદ કલાક ના નજીવા સમયમાં ૫૦ ફ્લોમીટર ની વ્યવસ્થા કરી અને દર્દીઓ સુધી પહોંચાડી આપ્યા. મોડી રાત્રે જો આ ૫૦ ફલોમીટર ના મળ્યા હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. આમ પરેશભાઈ ની સૂજબુજ અને અશોકભાઈ ની ત્વરીત અને ઝડપી કરેલી વ્યવસ્થા ના લીધે ઘણા દર્દીઓ ના જીવ બચી ગયા હતા.
પરેશભાઈ ને સમાચાર મળતાં ની સાથેજ ઘારાસભ્ય ઞયાસુદીન શેખ તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહીત ભરૂચ જવા રવાના થયા હતા. અને સી.એમ.ઓ. અને સ્થાનિક પ્રશાસન અને જરૂર જણાતા લોકો સાથે સંકલનમાં રહી અને રેસક્યું કરાયેલા દર્દીઓ ના જીવ બચાવવા માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચારોથી સારવાર લઈ રહેલ દર્દીઓના સંબંધીઓ સહિત પાંચ થી છ હજાર લોકો ઘટનાા સ્થળ પર દોડી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.