આ રાજ્યના મુખ્યમંત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી, હત્યારાએ કહ્યું- પાંચ દિવસમાં જ…

કોરોનાનું સંક્રમણ દેશમાં ખુબ વધી રહ્યું છે અને કેટલાય લોકો કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે પરિસ્થિતિ ખુબ ગંભીર બની હોય તેવું દેખાઈ રહ્યું છે.…

કોરોનાનું સંક્રમણ દેશમાં ખુબ વધી રહ્યું છે અને કેટલાય લોકો કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે પરિસ્થિતિ ખુબ ગંભીર બની હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હાલમાં જ એક રાજ્યના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જાણીએ શું છે સમગ્ર મામલો…

હાલમાં જ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળેલ છે. ઉતરપ્રદેશ પોલીસની ઈમરજન્સી સેવા ડાયલ 112 પર મેસેજ કરીને ધમકી આપવામાં આવેલ હતી. આ પહેલા પણ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ઘમકી મળી હતી. પરંતુ હાલમાં મળેલ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે તમારી પાસે ફક્ત 4 દિવસ છે થાય એ કરી લો. જયારે હાલમાં આ મેસેજ કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

અજાણ્યા વ્યક્તિએ પોલીસને પણ આપી છે ચેલેન્જ :-
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે 29 એપ્રિલે મોડી સાંજના રોજ ઉતરપ્રદેશ પોલીસની સેવા ડાયલ 112 વોટ્સએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે. આગળ તેમને કહ્યું છે કે પાંચમાં દિવસે તે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને મારી નાખશે. આટલું જ નહી પરંતુ પોલીસને પણ ચેલેન્જ કરતા કહ્યું છે કે 4 દિવસમાં તમે મારું જે કરી શકો તેમ હોય તે કરી લો.

પહેલા પણ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને મળી ચુકી છે ધમકી:-
મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને પહેલી વાર મારી નાખવાની ધમકી નથી મળી પરંતુ એ પહેલા પણ એક વાર મુખ્યમંત્રી યોગીને 2020 માં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જયારે હાલમાં ધમકી મળી છે તે ઉતરપ્રદેશ પોલીસની સેવા ડાયલ 112 ની સોશિયલ મીડિયાના વોટ્સએપ પરથી આ ધાક-ધમકીનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી સાથે યોગી આદીત્યનાથને એક વિશેષ સમુદાયને માટે ખતરારૂપ ગણાવ્યા હતા. આ સમગ્ર ઘટનાને કારણે ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કલમ 507, 506 અને કલમ 505(1)બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હાલમાં આ સમગ્ર ઘટમાં વિશે તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *