હવે તમારા બાળકને સ્માર્ટ અને હોશિયાર બનાવવું હોય તો, તેને શીખવો આ…

આજ ના જમાના માં બધા જ માતા-પિતા એમ ઈચ્છે છે કે જે તેના બાળકો સ્માર્ટ બને. પરંતુ સંતાનને સ્માર્ટ બનાવવા માટે માતા-પિતાએ કેટલાક ઍફર્ટ્સ આપવાના હોય છે, જે ઍફર્ટ્સ નાદાન સંતાનોને સ્માર્ટ બનાવે છે અને એ સ્માર્ટનેસ તેમને જિંદગીભર કામમાં આવે છે. એ માટે માતા-પિતાએ તેમના સંતાનોને કેટલીક જુદા પ્રકારની જ બાબતો શીખવવાની હોય છે, જે બાબતોને સંતાનોમાં આત્મવિશ્વાસનો પણ વધારો થશે અને તેમની સ્કિલ્સ પણ સુધરશે.

બાળક પાંચ-છ વર્ષનું થાય ત્યારથી તેને સાયકલ શીખવવી જોઈએ અને તેના મનમાં રહેલો ડર કાઢી નાંખવો જોઈએ. સાયકલિંગથી બાળક ફીટ પણ રહે છે અને તેનામાં આત્મવિશ્વાસ પણ આવે છે.  આ સિવાય તમારું સંતાન અઢાર વર્ષનું થાય ત્યાર પછી તેને ડ્રાવિંગ પણ શીખવવું જોઈએ.  તો નાનપણથી જ તેને સ્વિમિંગ પણ શીખવવું જોઈએ, જેનાથી બાળક તંદુરસ્ત પણ રહે છે અને તેનામાં પડકારોનો સામનો કરવાની સ્કિલ્સ પણ કેળવાય છે.

ઘરમાં દીકરો હોય કે દીકરી હોય તેને થોડું ઘણું કુકિંગ પણ શીખવવું જોઈએ, જેથી પોતાના ખોરાકને લઈને તેઓ આત્મનિર્ભર બને અને હૉસ્ટેલમાં અથવા ક્યાંક બહાર નોકરી કરવા જવાનું થયું ત્યારે તેઓ તેમનું ફૂડ મેનેજ કરી શકે. કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટીમાં ભાષા અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે.

આથી તમારા બાળકને પણ બેથી વધુ ભાષા શીખવવી જોઈએ, જેમાં અન્ય ભારતીય ભાષાઓ અથવા વિદેશી ભાષાઓનો સમાવેશ કરી શકાય. સાથોસાથ બાળક જે ભાષાઓ બોલતું હોય તેનો શબ્દભંડોળ પણ વધુ હોય એની કાળજી રાખવી. આ માટે તેમને સારી ફિલ્મો બતાવી શકો છો અને વાંચનનો શોખ પણ લગાડી શકો છો.

આ ઉપરાંત બાળકને નાનપણથી કેટલાક સામાજિક કાર્યો અને સેવાના કામોમાં પણ ઈનવોલ્વ કરો અને તેમને આવા કામોનું મહત્ત્વ સમજાવો. સામાજિક કાર્યો અને સેવાના કાર્યોમાં જોતરાઈ જવાને કારણે બાળકમાં ક્રાઈસિસ મેનેજમેન્ટ અને લીડરશીપના ગુણ ખીલે છે, જે બાળકને આગળ જતા ખૂબ કામમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *