ભારતમાં જ વેકસીનની અછત માટે કોણ જવાબદાર?

હિરેન જોષી: સમગ્ર વિશ્વમાં જ્યારથી ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે, ત્યારથી આ વાયરસને ડામી દેવા માટે દરેક દેશની સરકારો મુખ્યત્વે બે મોરચે આ વાયરસ સામે યુદ્ધ લડી રહી છે. પહેલો મોરચો હોસ્પિટલ, ઓક્સિજન- કોરોના વોરિયર્સ એવા ડૉક્ટર અને પેરામેડીકલ સ્ટાફ જ્યારે બીજો મોરચો એટલે વેકસીનેશન.

ભારત પણ આ વાયરસના પ્રકોપથી બાકાત નથી, કોરોનાના પહેલા વેવમાં આપણે કોરોના વોરિયર્સની દિવસ-રાતની મહેનતના કારણે થોડાઘણા અંશે બચી શક્યા હતા. પરંતુ ચાલુ વર્ષ ના માર્ચથી આવેલા સેકન્ડ વેવમાં આપણી સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટની પોલ ખુલી ગઈ છે, ઘણી જગ્યાએ ઓક્સિજન વગર દર્દીઓના મોત થયા, ક્યાંક વેન્ટિલેટર વાળા બેડ ન મળ્યા તો ક્યાંક ચાલુ સારવાર દરમિયાન ઓક્સિજન ખૂટી પડતા દર્દીઓના મૃત્યુ થયા છે.

આવા કપરા કાળમાં સરકાર કોરોનાને હરાવવા બીજો મોરચો એટલે વેકસીનેશન પર પણ જોર આપી રહી છે. પહેલા અનેક રાજ્ય સરકારો દ્વારા વેકસીન મેળવવા જોર આપવામાં આવ્યું હતું. પરિણામે, ભારતની બે પ્રમુખ વેકસીન ઉત્પાદક ઇન્સ્ટિટ્યૂટ ભારત બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોના વેકસીનના ઓર્ડર લેવાની ના પાડવી પડી હતી.

મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા ચાલતી કે ગઠબંધનની સરકાર છે. આ રાજ્યોએ જ્યારે
વધુ વેકસીન માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક સાધ્યો તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પહેલો ઓર્ડર કેન્દ્ર સરકારનો આવેલો છે અને પહેલા કેન્દ્રને અમે વેકસીન આપીશું.

બીજી બાજુ, સંસદના સત્રમાં મોદીએ જ્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટને ઓક્સફર્ડ- એસ્ત્રાજેનકા વેકસીન બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેને વૈકસીન મૈત્રી કહ્યું, અને દુનિયાના ગરીબમાં ગરીબ દેશોને પણ ભારતમાંથી વેકસીન મોકલવામાં આવશે તેવું કહ્યું હતું. આ દરમિયાન કોરોનાનો સેકન્ડ વેવ એટલી હદ સુધી ઘાતક બનતો ગયો કે આ લખાય ત્યાં સુધીમાં દેશમાં દરરોજ 4 લાખ જેટલા નવા કેસીઝ આવવા લાગ્યા છે, પરિણામે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ત્યાંની સરકારો દ્વારા વધુમાં વધુ નાગરિકોનું વેકસીનેશન કરાવવા માટેની જહેમત હાથ ધરાઈ રહી છે.

રાજ્ય સરકારો દ્વારા સ્વાભાવિક રીતે 18 વરસ કે તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને કોવિશિલ્ડ અથવા કોવેકસીન આ બે અવેલેબલ વેકસીન આપવાનો ઓપશન છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટને કેન્દ્ર સરકારે આર્થિક રીતે પણ ઘણો સપોર્ટ આપ્યો પરંતુ સિરમ ઇન્સ્ટિટ્યૂટના કર્તાધર્તા અદાર પુનાવાલાએ લંડનથી આપેલ ઇન્ટરવ્યુએ સરકારના મિસ મેનેજમેન્ટની પોલ ખોલતા હોય તેમ કહ્યું કે, ‘હું લાંબા સમય સુધી લંડનમાં જ રહેવાનો છું કારણ કે ભારતમાં વેકસીનની માંગ પહોંચી વળવા હું એકલો સક્ષમ નથી અને મારા ખભે કરોડો લોકોને રસી આપવાની જવાબદારી નાંખી દેવામાં આવી છે. મારા ઉપર મોટા નેતાઓ અને તેમના લોકો દ્વારા ફોન કરાય છે અને વેકસીન તેમને આપવા ફોર્સ કરાઈ રહ્યો છે .હું મારી પત્ની તેમજ બાળકો સાથે સલામતી માટે અહીં આવી ગયો છું.”

અદાર પુનાવાલાના આ નિવેદનના કારણે હાલ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સરકાર બેકફૂટમાં આવી ગઈ છે. જો કે આદર પુનાવાલાએ પોતાના નિવેદન અંગે સફાઈ આપી દીધી છે પરંતુ હાલત એ છે કે સરકાર પાસે હાલમાં ભારતના 100 કરોડ જેટલા લોકોને 200 કરોડ ડોઝ વેકસીન આપવા માટે કંપનીઓ ઉપર ભરોસો કરવો પડી રહ્યો છે, અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ હોય કે ભારત બાયોટેક તેમને રો મટીરીયલ થી લઈને માનવ સંસાધન સુધીના સીમિત બન્ધનો વચ્ચે વિદેશ માટે વેકસીન મોકલવાનો મોદીનું વચન તો એક તરફ ભારતીય માટે વેકસીનેશન પ્રક્રિયા પૂર્ણ થાય તો ગંગા નાહ્યા સમાન ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *