અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ગર્લ્સ સ્કૂલ પાસે શનિવારે ગઈ કાલે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં 50 થી વધુ લોકો માર્યા ગયા અને 52થી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર કાબુલ જિલ્લાના દસ્તર-એ-બાર્ચીમાં સૈયદ અલ શુહદા ગર્લ્સ હાઇ સ્કૂલને ટાર્ગેટ બનાવીને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જ્યારે આ ગર્લ્સ હાઇ સ્કૂલમાંથી છોકરીઓ શાળાઓની બહાર નીકળી રહી હતી.
આ હુમલો એવા વિસ્તારમાં કરવામાં આવ્યો છે જેમાં શિયાઓની વસ્તી વધારે પ્રમાણમાં રહે છે. સૌપ્રથમ કારમાં બોમ્બ વિસ્ફોટ થયો અને ત્યારબાદ બે રોકેટ ચલાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ વિસ્ફોટ કર્યા અંગેની જવાબદારી લીધી નથી. આ હુમલો આંતકી હુમલો છે કે નહી તેમની તપાસ હાલમાં પોલીસ દ્વારા થઈ રહી છે.
અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ગુલાન દસ્તગીર નાઝારીએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ બોમ્બ વિસ્ફોટને લીધે રોષે ભરાયેલા લોકોએ એમ્બ્યુલન્સ અને હેલ્થ વર્કરના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને સાથે બચાવ કામગીરીમાં સાથ-સહકાર આપવાની અપીલ પણ કરી હતી.
काबुल ज़िले के दस्त-ए-बारची में सैयद अल शुहादा गर्ल्स हाई स्कूल को निशाना बनाकर किया गया धमाका जब लड़कियाँ निकल रहीं थीं। पहले कार बम फटा और फिर दो रॉकेट दागे गए।
अभी तक किसी आतंकी संगठन ने ज़िम्मेदारी नहीं ली है लेकिन ये जग ज़ाहिर है कि तालिबान महिलाओं की शिक्षा के ख़िलाफ़ है। https://t.co/s9Bby3I4P7 pic.twitter.com/ujw8CN8ko3
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) May 8, 2021
આ બોમ્બ વિસ્ફોટ દરમિયાન તાલિબાનના પ્રવક્તા ઝાબિહુલ્લાહ મુજાહિદે પત્રકારોને કહેતા જણાવ્યું છે કે આવા મોટા બોમ્બ વિસ્ફોટ ફક્ત ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ જ કરી શકે છે.
નોધનીય છે કે આઇએસ ગ્રુપે ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં શિયાઓ પર કરેલા વિસ્ફોટક હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. ગત વર્ષે પણ આઇએસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ પર બે હુમલા કરવામાં આવ્યા હતાં જેમાં કુલ 50 લોકોનાં મોત થયા હતાં જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ શામેલ હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.