હાલ આ કોરોના મહામારીને લઈને ગુજરાત સરકાર અને તંત્ર લોકોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે જણાવી રહી છે. પરંતુ અમુક લોકો ગાઈડલાઈનના ખુલેઆમ ધજાગરા ઉડાડતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો આણંદના આંકલાવ તાલુકાના ચમારા ગામમાંથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક લગ્નના વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. જાણવા મળ્યું છે કે, આ વિડીયો ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્નનો છે.
આણંદના આંકલાવમાં ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્નમાં કોરોના ગાઈડલાઈનના નિયમોના ખુલેઆમ ધજાગરા ઉડ્યા છે. લગ્નના વરઘોડાનો એક વીડિયો વાયરલ થતા હોબાળો મચી જવા પામ્યો છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચમારા ગામના સરપંચના ભત્રીજાનું લગ્ન હતુ. જેમાં ડીજેના તાલે તલવારો સાથે યુવાનો ઝૂમી રહ્યા હતા.
આ નિયમ ભંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. કોરોનાકાળમાં ભાજપના નેતાએ નિયમોની ઐસીતૈસી કરી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક પણ વ્યક્તિને કોરોનાનો કોઈ ભય નથી અને કોઈએ માસ્ક પણ પહેર્યુ નથી. સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાવ્યા છે અને ડીજેના તાલે નાચી રહ્યા છે.
આ દરમિયાન હવે જોવું એ રહ્યું કે, આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે. હાલ આ ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, કોરોનાકાળમાં ભાજપના નેતાઓને શુ ભીડ નથી નડતી? શુ ભાજપના નેતાઓને કોઈ કાયદો નથી લાગુ થતો? બસ ગમે તે કાયદાઓ સામાન્ય માણસ માટે જ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.