હાલ ચાલી રહેલા કોરોનાકાળને લીધે દરેક લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાંથી એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરનાં નરોડા વિસ્તારમાં સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા સગળી ગઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ મહિલાની ઉંમર 25 વર્ષ છે અને તેમનું નામ જયશ્રીબહેન દેવીલાલ લુહાર હતું. જે અમદાવાદ શહેરનાં નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ તારીખ 29ના રોજ રાતના 11 વાગે પોતાના ઘરમાં દૂધ ગરમ કરી રહ્યા હતા.
આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં મુકેલી સેનેટાઇઝરની બોટલ ગેસ પર પડી હતી. જેથી અચાનક મોટો ભડકો થયો હતો. આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝી હતી. આ દરમિયાન તેમને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.