કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે બીજી લહેરે લોકોને હોસ્પીટલમાં બેડ મેળવવા અને ઓક્સીજન મેળવવા આમથી તેમ દોડતા કરી દીધા છે. ત્યારે સરકારે કોરોના સામે લડવા માટે હથિયાર સ્વરૂપે વેક્સિન મુકાવવાની સલાહ આપી છે. જયારે લોકોમાં રસી પ્રત્યે ખુબ જાગૃતિ આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે ઠેર ઠેર લોકોની રસી લેવા માટેની લાઈન જોવા મળી રહી છે.
લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે જેમને કારણે મોટા શહેરમાં થતું ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો વેસ્કીન મુકાવવા આવે છે જેને લીધે કાર્યક્રમોને સફળતા મળી રહી છે અને લોકો પોતાની ગાડી લઈને લાંબી કતારમાં વેક્સિન માટે ઉભા રહે છે.
કોરોના સામે લડવાનું એક હથિયાર વેક્સિન ગણવામાં આવે છે ત્યારે સરકાર વેક્સીન મુકાવવાની લોકોને અપીલ કરી રહી છે પરંતુ વેક્સિન જ ન મળતી હોય તો લોકો કેવી રીતે રસી મુકવી શકે એ એક પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે ગામડામાં વેકસીનની અછત સર્જાવા લાગી છે. ત્યારે વેક્સિન ન મળવાને કારણે અનીડા ગામના સરપંચ ધરણા પર ઉતર્યા છે.
અનીડા ગામના સરપંચએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે 200 વેક્સીનની જરૂરિયાત સામે ફક્ત ૩૦ વેક્સિનનો જથ્થો જ મળી રહ્યો છે. સાથે સરપંચે કહ્યું છે કે જ્યાં સુધી તેના ગામમાં વેક્સીનનો પુરતો જથ્થો નહી મળે ત્યાં સુધી પોતાના ધરણા યથાવત રાખશે.
ગુજરાત રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ:
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. જયારે બીજી બાજુ સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થઈ ચુક્યા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.
સમગ્ર દેશમાં શું છે કોરોનાની સ્થિતિ:
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને જયારે કોરોનાને લીધે 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીના કોરોનાના કુલ બે કરોડ 33 લાખ 40 હજાર 938 કેસ નોંધાઈ ચુક્યા છે. જયારે અત્યાર સુધીમાં કુલ એક કરોડ 93 લાખ 82 હજાર 642 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અને હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કુલ એક્ટીવ કેસ 37 લાખને પાર છે. જયારે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 54 હજાર 197 લોકોના મોત થઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.