ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી છે તો પછી ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? સરકાર સામે આ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. ગુજરાત રાજ્યમાં ઘણા શહેરમાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ત્યારે ઘણી દારૂની ઘટના પણ દીવસેને દિવસે સામે આવી રહી છે. ત્યારે હાલમાં જ પોલીસ દ્વારા દારૂ કબજે કરવામાં આવ્યો છે.
ચોટીલા હાઈ-વે નજીક રાજકોટ એડી.કલેકટરની કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. ત્યારે કારમાંથી 155 જેટલી દારૂની બોટલ સહિતનો અન્ય મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.
આ અંગે ચોટીલા પોલીસને મળતી માહિતી મુજબ સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે બાદ પોલીસ દ્વારા ચોટીલા હાઈ-વે પર ચેકિંગ હાથ ધરતા એક સાઈરન અને રાજકોટનાં એડી.કલેકટરનાં બોર્ડ લગાવેલી કાર નીકળી હતી. પોલીસ દ્વારા આ કારણે રોકવાની ઘણી કોશીશ કરવામાં આવી પરંતુ કારણ ઉભી રાખવામાં ન આવી અને ત્યારબાદ પોલીસે તેમનો 4 કિલોમીટર જેટલો પીછો કરીને રાજકોટ તરફ જતા રસ્તે કારણે રોકી હતી.
કારની તપાસ કરતા તેમાં બેઠેલા યુવરાજ પ્રકાશ ચુડાસમા, કિશન અનીલ ગોસ્વામી, યશપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના ત્રણ આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કારની વધુ તપાસ કરતા તેમાંથી 155 જેટલી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે કારચાલક યશપાલસિંહનાં મોટા ભાઈની આ કાર કલેકટર કચેરીમાં ભાડે મળે છે જેને લીધે રાત્રી કર્ફ્યું દરમિયાન કોઈ રોકે નહિ એટલે એક જ રાતમાં માલદાર બનવાના પ્રયાસમાં નિષ્ફળ થયા હતા. જયારે ચોટીલા પોલીસ દ્વારા 155 જેટલી દારૂની બોટલ અને કાર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.