મહિલાથી ઘરકંકાસ સહન ન થતાં આગમાં હોમાયને કરી આત્મહત્યા, બચાવવા જતા પતિ અને પુત્ર-પુત્રી પણ દાઝયા

ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટ જીલ્લા ના રેલનગર વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિભાગ ના છઠ્ઠા માળે મહિલા ઘર કંકાસ થી કંટાળી ને સળગીને આત્મહત્યા કરી છે. જેમાં બચાવવા જતા પતિ યોગીરાજસિંહ સરવૈયા પણ સામાન્ય દાઝી ગયા છે. જ્યારે પાસે ઉંઘેલા પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા સરવૈયા સામાન્ય દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા છે. જ્યારે કે પત્નિ વર્ષાબાનું મૃત્યુ નિપજતા પ્રદ્યુમન નગર પોલીસે એક્સિડેન્ટલ ડેથ અંગે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આજે સાંજના 6 વાગ્યા આસપાસ રાજકોટ જીલ્લા ના રેલનગર વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં D વિંગના છઠ્ઠા મળે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યોગીરાજસિંહ સરવૈયા, 3 વર્ષના પુત્ર પૂર્વરાજ સરવૈયા અને 6 વર્ષની પુત્રી કૃતિકા સરવૈયા દાજી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

આ આગની ઘટનામાં તેની પત્નિ વર્ષાબા સરવૈયા નું મોત થતા પોલીસે એક્સીડેન્ટલ ડેથ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાદ જાણવા ઘરકાંકસ કારણ ભૂત હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના PI એલ.એલ.ચાવડા એ જણાવ્યું હતું કે, આ ઘટના સાંજના 6 વાગ્યા આસપાસ બનાવ બનવામાં આવેલ છે જેમાં ઘરકંકાસ કારણભૂત હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે.

સારવાર માટે ખસેડવામાં આવેલ યોગીરાજસિંહ ની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ઘરમાં હતા એ સમયે બાળકો સુતા હતા અને ત્યારે પત્નિએ જાતે અગ્નિસ્નાન કર્યું હતું. સમગ્ર મામલે આત્મહત્યા જ છે કે પછી આકસ્મિક આગ છે હાલમાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *