દુનિયામાં બનતા અજીબોગરીબ કિસ્સાઓમાં હાલ એક કિસ્સો દાહોદમાં બન્યો છે. જેમાં ખૂબ જ ઓછી ઉંચાઇ ધરાવતી મહિલાને જેને પીઠ પર મોટી ખૂંધની તકલીફ પણ છે તેની અત્યંત ક્રિટિકલ કહી શકાય તેવી સ્થિતીમાં દાહોદના ડો.રાહુલ પડવાલે સફળ ડિલીવરી કરી છે. વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી 108 સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી કરવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત 120 સેન્ટીમિટર હતી એટલે કે, 3 ફૂટ 9 ઇંચ.
તેનું નામ અંતરબેન કૈલાસભાઇ ડાવર છે. તે મધ્યપ્રદેશના અલીરાજપુરના કોલાબઇડા ગામના રહેવાસી છે. તેમના પતિ કૈલાસ પણ એક પગથી અપંગ છે અને કરિયાણાની નાનકડી દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. 32 વર્ષની ઉંમરે કૈલાસબેન ગર્ભવતી થયા હતા. ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં તેમની સ્થિતિ ખૂબ નાજૂક બની હતી. તેનું મુખ્ય કારણ તેમની ઓછી હાઇટ અને પીઠ પરની ખૂંધ હતી. મધ્યપ્રદેશના સ્થાનિક દવાખાનાના ડોક્ટરે તેમની સ્થિતિ જોતા તેમને મોટા હોસ્પીટલમાં લઇ જવા જણાવ્યું હતું.
આ દરમિયાન કૈલાસભાઇ તેમને દાહોદમાં લઇ આવ્યા હતા. અહીં ત્રણેક જેટલા દવાખાને બતાવ્યું પણ કોઇ પણ ડોક્ટર અંતરબેનની હાલાત જોતાં કેસ હાથમાં લેવા તૈયાર થયા નહી. ત્યારબાદ તેઓ દાહોદના પડવાલ હોસ્પીટલ ખાતે સારવાર માટે આવ્યા. રાતના અઢી વાગે લગભગ બેશુદ્ધ હાલતમાં અંતરબેનને દાખલ કરવામાં આવ્યા હતા. ડો. રાહુલે જોયું કે, પેશન્ટ ખૂબ જ ગંભીર હાલતમાં હતું. તેમની ટૂંકી હાઇટને લીધે ફેફસું અને પેટ એક જેવા થઇ ગયા હતા. પરિણામે અંતરબેન શ્વાસ લઇ શકતા નહોતા. ઓક્સિજન લેવલ 90 ટકા જેટલું થયું હતું. જેથી તેમને તાત્કાલિક ઓક્સિજન ચઢાવવો પડયો હતો.
ડો. રાહુલ જણાવે છે કે, અંતરબેનને વેન્ટીલેટર પર રાખવા પડે તેવી સ્થિતિ હતી. તેઓ લગભગ બુશુદ્ધ બન્યા હતા. મોટી સમસ્યા તેમને એનેસ્થેશીયા આપવાનો હતો. જે ઓપરેશન માટે જરૂરી હતું. પરંતુ, પીઠમાં ખુંધ હોવાને કારણે જો જરાક પણ ભૂલ થાય તો દર્દીનું મોત થઈ શકે એમ હતું. બીજી તરફ દર્દીનું ગર્ભાશય પણ ફાટી જાય તેવી સ્થિતિ હતી. એક તરફ બાળક ગર્ભમાં લેટ્રીન પણ કરી ગયો હોવાથી સમય પણ ખૂબ જ ઓછો હતો.
આવી ખૂબ જ ગંભીર સ્થિતિ હોવા છતાં અંતરબેનના નસીબ બળીયા નીકળ્યા. ડો. પડવાલનો અનુભવ આ સમયે કામે લાગ્યો. અગાઉ પણ તેમણે ઘણાં ક્રિટિકલ કેસો સફળ રીતે પાર કર્યા હતા. જાણવા મળ્યું છે કે, અનેસ્થેશિયા અને ઓપરેશન બંને સફળ રહ્યા. અંતરબને 2 કિલો 900 ગ્રામના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. અત્યારે માતા અને બાળક બંનેની સ્વસ્થ છે. ડો. રાહુલ પડવાલ જણાવે છે કે, આવા કિસ્સા ભાગ્યે જ બનાતા હોય છે. આટલી ઓછી હાઇટ, મોટી ઉંમર, પીડની ખૂંધ અને ક્રિટિકલ હાલત છતાં માતા-બાળકને બચાવી શકયા એ એક મેડકીલ મિરેકલ કરતા ઓછુ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.