આજકાલ ઘણા એવા કિસ્સા બનતા હોય છે જેનાથી દરેક લોકો આશ્ચર્યમાં મૂકી જતા હોય છે. આ દરમિયાન વડોદરા શહેરના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલ સ્વાદ ક્વાટર્સમાં આવેલ પાર્વતીનગરમાં 161 નંબરના ઘરમાંથી એકલવાયું જીવન જીવતા માતા-પુત્રીના નગ્ન અવસ્થામાં રહસ્યમય મૃતદેહો મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે.
આ ઘરમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હતી. જેથી ત્યાના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી અને મૃતદેહોનો કબજો લો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ મોત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હરણી રોડ પર સંગમ ચાર રસ્તા પાસે આવેલા સવાદ ક્વાટર્સ સ્થિત પાર્વતીનગરમાં 161 નંબરના ઘરમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા તારામતીબહેન બાળાસાહેબ પવાર અને તેમની દીકરી અરુણાબહેન પવારના વિકૃત થઇ ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘરમાંથી ખુબ જ દુર્ગંધ આવતી હોવાથી પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો અને કામગીરી હાથ ધરી હતી.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ ઘરનો દરવાજો ખોલતા જોવા મળ્યું કે અંદર ટી.વી. અને પંખા પણ ચાલુ હતા. આ બંને માતા પુત્રીના પરિવારજનો તો ઠીક પરંતુ સ્થાનિક લોકો સાથે પણ કોઈ સબંધ ન હતા. આ ઘર દિવસમાં મંદ એક વાર ખુલતું હતું. સ્થાનિક લોકો પણ માતા-પુત્રી અંગે ધ્યાન રાખતા ન હતા. એકલવાયું જીવન જીવતા માતા અને પુત્રીના ઘરમાં ટીવી અને પંખો શરુ હતો જેથી સ્થાનિક લોકોને આ અંગે કોઈ જાણ થતી ન હતી.
161 નંબરના મકાનમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ શરૂ થતાં સ્થાનિક લોકોએ વારસીયા પોલીસને જાણ કરી હતી. વારસીયા પોલીસને બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મકાનનો દરવાજો ખોલતાજ મૃતદેહો નગ્ન અવસ્થામાં જોતા ચોંકી ઉઠી હતી. પોલીસ પહોંચતા સ્થાનિક લોકોના પણ ટોળા એકઠા થઇ ગયા હતા.
ત્યારબાદ આ ઘરમાંથી અત્યંત દુર્ગંધ આવતા પડોશીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જયારે મકાનનો દરવાજો ખોલ્યો તો જોવા મળ્યું કે, મૃતદેહો નગ્ન અવસ્થામાં હતી. જેથી પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસ પહોંચતા સ્થાનિક લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા.
પોલીસ દ્વારા ડી-કંપોઝ થઇ ગયેલા મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. અહી વારસીયા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. હજી સુધી આ અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ પોલીસ તપાસ દરમિયાન રહસ્યમય મોતને ભેટેલા માતા અને પુત્રીના બનાવની ચોકાવનારી વિગતો પણ બહાર આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.